ઘર પરિવારમાં સદા ખુશીયો કાયમ રહે.. ધનનુ આગમન થતુ રહે અને ઘરમાંથી બીમારીઓનો નાશ થાય એવુ દરેક પરિવાર ઈચ્છે છે. વર્તમાન સમયમાં આ ત્રણ વસ્તુઓ ખૂબ જરૂરી છે. આ ત્રણ વસ્તુઓ જે પરિવારમાં રહે છે તે ખુશહાલ માનવામાં આવે છે. પણ આજે લગભગ દરેક પરિવાર કોઈને કોઈ બીમારીની ચપેટમાં આવીને આર્થિક પરેશનઈનો સામનો કરવા મજબૂર છે.
પરિવારના સભ્ય કમાવવામાં કોઈ કસર છોડતા નથી.. છતા પૈસા પાણીની જેમ વહી જાય છે. જો થોડા પૈસા બચે પણ છે તેમ છતા પણ આર્થિક સ્થિતિ ખરાબ રહે છે. આજે અમે તમને તમારા ઘરના દુખ અને પૈસાની તંગી દૂર કરવા માટે કેટલાક ટોટકા બતાવવા જઈ રહ્યા છીએ.
આ છે અચૂક ટોટકા
આ માટે તમારે સૌ પહેલા સવારે જાગવાનુ છે. આ ટોટકાને ફક્ત સવારે જ કરવાથી તેનો લાભ મળી શકે છે. સવારે સૂરજ નીકળતા પહેલા કે સૂરજ નીકળતી વખતે ઘરની છત પર એક મુઠ્ઠી કાળા તલ લઈને જાવ.
ત્યારબાદ હાથમાં મુકેલા કાળા તલને એક જ વારમાં ફેંકીને ફેલાવી દો.. એવુ માનવામાં આવે છે કે જ્યારે પક્ષી આવીને ફેલાયેલા કાળા તલ ખાય છે તો તમારા ઘરની દરિદ્રતા અને દુ:ખને પોતાની સાથે લઈ જાય છે. આ ટોટકાને સૂરજ ઉગતા પહેલા કરવુ જ ફળદાયી માનવામાં આવે છે. આ ટોટકા તે વ્યક્તિએ જ કરવા જોઈએ જેણે સ્નાન કર્યુ હોય અને પૂર્ણ રૂપે શુદ્ધ હોય...