Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતની ટક્કર આજે બાંગ્લાદેશ સાથે

ભારતની ટક્કર આજે બાંગ્લાદેશ સાથે
, શનિવાર, 19 ફેબ્રુઆરી 2011 (14:23 IST)
N.D
ભારતીય ક્રિકેટ ટીમ મિશન વર્લ્ડકપની શરૂઆત આજથી બાંગ્લાદેશ સાથે પ્રથમ મેચ દ્વારા કરી રહી છે. 28 વર્ષ પછી એકવાર ફરી વિશ્વકપ જીતવા માટે ધોનીના ધુરંધરો કમર કસી ચૂક્યા છે. ચાર વર્ષ પહેલા બાંગ્લાદેશથી હારવાને કારણે જ ભારત વિશ્વકપમાંથી બહાર થયુ હતુ, પરંતુ ત્યારની ટીમ ઈંડિયા અને આજની ટીમ ઈંડિયા વચ્ચે જમીન આસમાનનુ અંતર છે.

આમ છતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ તેઓ આજના મેચને હળવાશી નહીં લે અને 2007માં થયેલી ભૂલોનું પુનરાવર્તન કરી કરે. તો બાંગ્લાદેશના કેપ્ટન સાકિબ અલ હસને ભારતીય ટીમને પડકારી છે. તેમના કહેવા પ્રમાણે, બાંગ્લાદેશી ક્રિકેટ ટીમે આ સ્ટેડિયમ ઉપર દબાણભર્યા અનેક મેચ રમ્યાં છે આથી ભારત સામેનો મેચ તેમના માટે ચિંતાજનક નથી. ધોનીના ધૂરંધરો જાણે છેકે, બાંગ્લાદેશને હરાવવું એટલું સરળ નહીં હોય અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવું જ પડશે. હાલનું ફોર્મ અને રેકોર્ડને જોઈએ તો ભારતની ટીમ મજબુત જણાય છે.

Share this Story:

Follow Webdunia gujarati