Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs PAK Live Streaming: ભારત-પાકિસ્તાન મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે free જોઈ શકશો લાઈવ મેચ ?

IND vs PAK Live Streaming: ભારત-પાકિસ્તાન મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે free જોઈ શકશો લાઈવ મેચ ?
, રવિવાર, 9 જૂન 2024 (13:27 IST)
IND vs PAK Live Streaming And Telecast: T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 19મી મેચ રમાશે. બંને વચ્ચેની આ શાનદાર મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટીઆંતરરાષ્ટ્રીય  ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ફેંસ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  આજે મેચ છે પરંતુ તે પહેલા ઘણા લોકોના મનમાં એ સવાલ ઉઠતો જ હશે કે તેઓ આ મેચ લાઈવ ક્યાંથી જોઈ શકશે? તો અમે તમને એ વિશે જ જણાવીશું કે તમે ભારત-પાકિસ્તાન મેચ 'ફ્રી' કેવી રીતે લાઈવ જોઈ શકશો.
 
મેચ ક્યાં રમાશે?
 
T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
 
મેચ ક્યારે થશે?
 
ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂયોર્કમાં રમાનાર મેચ 09 જૂન, રવિવારે સવારે 10:30 વાગ્યે શરૂ થશે. જોકે, ભારતીય સમય અનુસાર આ મેચ ભારતમાં રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
 
તમે તેને ટીવી પર લાઈવ ક્યાં જોઈ શકો છો?
 
ભારતમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી આ T20 વર્લ્ડ કપ 2024 મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. 
 
મોબાઈલ પર 'ફ્રી'માં લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?
 
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 'ફ્રી' હશે. જો કે, માત્ર મોબાઈલ યુઝર્સ જ ફ્રી લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ લઈ શકશે. 
 
ભારતે પ્રથમ મેચ જીતી હતી, પાકિસ્તાન પ્રથમ  મેચ હાર્યું 
 
તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો પોતાની બીજી મેચ રમવા માટે આમને-સામને થશે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમી હતી, જેમાં તેણે 8 વિકેટે જીત મેળવી હતી. બીજી તરફ, પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ યજમાન અમેરિકા સામે રમી હતી. આ મેચમાં પાકિસ્તાનને સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે પહેલી મેચ હારી ગયેલી પાકિસ્તાનની ટીમ ભારત સામે કેવું પ્રદર્શન કરે છે. નોંધનીય વાત એ છે કે અત્યાર સુધી પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સામે માત્ર 1 મેચ જીતવામાં સફળ રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અયોધ્યામાં જ્યાં રામમંદિર બન્યું એ જ બેઠક પર ભાજપ કેમ હારી ગયો? - ગ્રાઉન્ડ રિપોર્ટ