Article Sweet Recipes %e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%aa%95 107091700016_1.htm

Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદક

મોદક
- જયમાલા ઓસવા

સામગ્રી -
W.D

2 કપ ચોખાનો લોટ
4 કપ પાણી
2 ચમચી તેલ

ભરણની સામગ્રી
3 કપ છીણેલું કોપરું
1.1/2 કપ ખાંડ
3 ચમચી બદામની કતરણ
3 ચમચી કાજુની કતરણ
3 ચમચી પિસ્તાની કતરણ
4 એલચીનો પાવડર
1/2 કપ દૂધ

રીત -
ચોખાના લોટ માટે
પાણી અને તેલને ઉકાળીને આંચ પરથી ઉતારી લો.
તેમાં ચોખાનો લોટ નાંખીને ઢાંકી દો અને ઠંડું થવા દો. તે બાદ, તેનો લોટ બાંધીને મૂકી દેવો.

ભરણ માટે
દૂધ સિવાયની ભરણ માટે જણાવેલી બધી સામગ્રીને ભેળવી લો. તેને ધીમા તાપે થવા દઈ હલાવતા રહેવું. પછી, તેમાં દૂધ ઉમેરી બરાબર ભેળવી લો અને એકદમ સૂકાઈ જાય પછી આંચ પરથી ઉતારી લો. ચોખાના લોટના લૂઆ કરો. આ લૂઆમાં ભરણ ભરી તેને મોદકનો આકાર આપી બધા મોદક તૈયાર કરી લેવા. ત્યાર બાદ તેને 10 મિનિટ સુધી વરાળથી બાફવા, તે બાદ તેને કાઢી લઈ ઠંડા થવા દો અને એક ફિટ ઢાંકણવાળા ડબ્બામાં ભરી લેવા.

Share this Story:

Follow Webdunia gujarati