Article Sweet Recipes %e0%aa%9c%e0%aa%b2%e0%ab%87%e0%aa%ac%e0%ab%80 107090100017_1.htm

Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જલેબી

જલેબી
સામગ્રી : ૨પ૦ ગ્રામ મેંદાનો લોટ, પ૦૦ ગ્રામ ખાંડ, એક ચમચો દહીં, પ૦૦ ગ્રામ ઘી (તળવા માટે), કેસર, ગુલાબની પાંદડીઓ, એલચી પાવડર. એક તળીયે કાણા વાળો લોટો.

રીત - મેંદાના લોટમાં ગરમ ઘીનું મોણ નાખવું. તેનું સહેજ ગરમ પાણી અને દહીંથી ખીરું બનાવી તેને એક દિવસ રાખી મૂકવું. ખાંડની એક તારી ચાસણી બનાવવી. તૈયાર ચાસણીમાં કેસર તથા એલચી પાવડર નાખી ચાસણીને ધીમા તાપ પર રાખવી. (ચાસણી વધારે ઘટ્ટ ન થાય તેનું ધ્‍યાન રાખવું. - ચાસણી ઘટ્ટ થાય તો તેમાં થોડું પાણી ઉમેરીને એકતારી કરવી.) કઢાઇમાં ઘી ગરમ થાય ત્‍યારે તેમાં તૈયાર જલેબીના ખીરાને કાણા વાળા લોટામાં ભરીને જલેબી બનાવવી. તૈયાર જલેબીને ઘી માંથી કાઢી ગરમ ચાસણીમાં ૭-૮ મીનીટ રાખવી. જલેબીને ચાસણી માંથી કાઢી તેના પર ગુલાબની પાંદડી લગાવીને ગરમા-ગરમ સર્વ કરવી.

Share this Story:

Follow Webdunia gujarati





Hanuman Chalisa In Gujarati
Hanuman Chalisa In Gujarati