સામગ્રી - 100 ગ્રામ ઘઉંનો લોટ, 20 ગ્રામ માખણ, 2 ચમચી કોકો પાવડર, 1 ચમચી બેકીંગ પાવડર, 100 ગ્રામ દળેલી ખાંડ, 75 ગ્રામ કોર્નફ્લોર, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી કોફીનું એસેંસ, 2 ચમચી દૂધ
ક્રીમની સામગ્રી - 5 ગ્રામકોકો, 50 ગ્રામ સફેદ માખણ, 50 ગ્રામ આઈસીંગ સુગર.
રીત : સૌ પ્રથમ લોટમાં બેકીંગ પાવડર અને મીઠું નાખો. બધું બરોબર મિક્સ કર્યા બાદ ચાળણી વડે ચાળી નાખો. ત્યાર બાદ લોટમાં અન્ય બધી સામગ્રી નાખી ભાખરી જેવી કણક બાંધો. તેની ભાખરી વણી તેમાંથી મનપસંદ આકારના બિસ્કીટ કાપી અને ઓવનમાં ધીમાં તાપે બદામી રંગના થાય ત્યાં સુધી શેકો.
ક્રીમની ત્રણેય વસ્તુઓ ભેગી કરી હલકું થાય ત્યાં સુધી ફીણો. બાદ એક બિસ્કીટ ઉપર તૈયાર ક્રીમ ની વચ્ચે લગાવી ઉપરથી બીજા બિસ્કીટને દબાવી દો. આ રીતે બધા બિસ્કીટ ક્રીમ લગાવી તૈયાર કરો.
બસ... તમારા બિસ્કીટ તૈયાર...!!!