સામગ્રી - 5 ગલાસ શરબત બનાવવા માટે
- તરબૂચ ૨ થી 2.5 કિગ્રા.
- લીંબુ-૧
- બરફ ના ક્યુબ્સ ૧ કપ
બનાવવાની રીત - તરબૂચનું શરબત બનાવવા માટે સૌ પહેલાં તરબૂચ ધોઇને કાપી લો અને પછી તેના લીલા ભાગને કાપી નાખો. લાલ ભાગના નાના નાના ટુકડા કરી મિકસરમાં ફેરવી લો થોડા સમય પછી તરબૂચનો ગુદો અને રસ મિક્સ થઈ જાય ત્યારે તેને ગરણીથી ગાળી લો.
આ રસ માં લીંબુ નિચોડી સારી રીતે મિકસ કરો અને ગ્લાસમાં નાખી જોઇએ એટલો બરફ નાખી દો એના ઉપર તમે ઇચ્છા અનુસાર ફૂદીનાના એક બે પાંદડાંથી સજાવી પણ શકો છો. આ શરબતમાં તમે ખાંડ પણ નાખી શકો છો. પણ ખાંડ નાખવાથી આ જ્યુસનો નેચરલ સ્વાદ નહી માણી શકો.