Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sweets- ઘરે સરળતાથી બની જાય છે બે પ્રકારની મિઠાઈ, તહેવારમાં છે બેસ્ટ ઑપ્શન

Sweets- ઘરે સરળતાથી બની જાય છે બે પ્રકારની મિઠાઈ, તહેવારમાં છે બેસ્ટ ઑપ્શન
, મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (15:12 IST)
1. બંગાળી મિઠાઈ સંદેશ 
આ મિઠાઈ ખૂબ વધારે ફેમસ છે. તેને બનાવવા માટે તમને ખૂબ ઓછી વસ્તુઓની જરૂર હોય છે. બંગાળની પ્રખ્યાત મિઠાઈ સંદેશને લોકો ખૂબ શોખથી ખાય છે. તેને બનાવવા માટે તમને દૂધ, લીંબૂનો રસ, ખાંદ, પિસ્તા, બદાન અને કિશમિશની જરૂર પડશે. તેને બનાવવા માટે દૂધને ગરમ કરી તેમાં લીંબૂનો રસ નાખી ચક્કો બનાવી લો. એક સૂતી કપડામાં તેને કાઢી અને નિચોડી લો. ચક્કને ધોવો અને પછી થોડી વાર માટે રાખી દો. પછી પ્લેટ લો અને હાથની મદદથી મસળવો શરૂ કરો. સારી રીતે ચિકણો થયા પછી તેમાં ખાંડ મિક્સ કરો. પછી તેને સંદેશની શેપ આપો અને પિસ્તા, બદામ અને કિશમિશથી ગાર્નિશ કરવો. 

webdunia
 2. મિલ્ક કેક 
આ ખૂબ ટેસ્ટી મિઠાઈ છે જેને દૂધથી બનાવવામાં આવે છે. તેન બનાવવા માટે તમને માવો, ખાંડ, ઘી, પિસ્તા. માવાને એક કઢાઈમાં નાખો અને તેને સારી રીતે લો ફ્લેમ પર ધીમે-ધીમે શેકવુ. સારી રીતે શેકાઈ જાય તો ખાંડ નાખો અને જ્યારે મિશ્રણ તેમનો રંગ બદલવા લાગે તો ગેસ બંદ કરી  એક થાળીમાં આ મિશ્રણને નાખી દો. ઉપરથી થોડિ પિસ્તા નાખો અને હળવા હાથથી દવાવો. ઠંડા થયા પછી થોડી વાર રાખવુ. જામી ગયા પછી તેને કાઢી લો અને ફરીથી તમારી પસંદની શેપમાં કાપવો. મિલ્ક કેક તૈયાર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

National Flag - તિરંગા નું મહત્વ નિબંધ