સામગ્રી : 500 ગ્રામ દૂધ, પનીર ટીક્કી બનાવવા અલગથી પ્રમાણસર દૂધ, લીંબુ-દૂધ ફાડવા, 2-3 ચમચી મેંદો, સ્વાદ અનુસાર ખાંડ, ચપટી ભરીને કેવડાનું એસેન્સ, સજાવવા માટે ડ્રાય ફ્રુટ્સ.
બનાવવાની રીત : સૌથી પહેલા તમે દૂધમાં લીંબુ નાંખી તેને ફાડી નાંખો. ફાટેલા આ દૂધમાં બે-ત્રણ ચમચી મેંદો ભેળવી બરાબર ફેંટી લો, એટલું ફેંટો કે દૂધ સખત થઇ જાય અને પાણીનું એક ટીંપુ પણ ન બચે. હવે આ દૂધની નાની-નાની ટીક્કીઓ બનાવી અડધા દૂધ અને અડધા પાણીમાં નાંખી 5 મિનિટ સુધી ઉકાળો. તેમાં અડધો લીટર ઘટ્ટ દૂધ ભેળવો અને સ્વાદ અનુસાર ખાંડ નાંખો. ઠંડુ થતાં તેમાં કેવડા એસેન્સના બે-ત્રણ ટીંપા ભેળવી દો. ડ્રાયફ્રૂટની મદદથી સજાવો.