Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Fruit raita recipe - ચૈત્ર નવરાત્રીમા જો ઉપવાસ કરો છો તો ખાવ એનર્જીથી

fruit raita recipe
, મંગળવાર, 28 માર્ચ 2023 (14:18 IST)
નવરાત્રીના નવ દિવસ માતાના ભક્તો ઉપવાસ કરે છે. અનેક લોકો તો માત્ર ફળ-ફ્રુટ  પર જ રહે છે. આવામાં ખુદને એનર્જેટિક રાખવા માટે ફ્રૂટ રાયતા એક સારુ ઓપ્શન છે.  ફ્રૂટ રાયતા તૈયાર કરવા તમે મોસમી ફળોનો ઉપયોગ કરી શકો છો.  આવો જાણીએ ફ્રુટ રાયતા બનાવવાની સહેલી વિધિ. 
 
સામગ્રી - તાજુ દહી 1 1/2 કપ 
સફરજન 1/2 
દાડમના દાણા 1 ટેબલસ્પૂન 
ખાંડ - 2 ટી સ્પૂન 
સેકેલુ જીરુ પાવડર - 1 ટી સ્પૂન 
ચાટ મસાલા  - 1 ટી સ્પૂન 
સંચળ - ચપટી 
ફુદીનાના ક્રશ કરેલ અપાન - 1 ટી સ્પૂન 
કાળા મરીનો પાવડર - 1 ચપટી 
 
બનાવવાની રીત - 
- ફ્રુટ રાયતા બનાવવા માટે સૌ પહેલા સફરજનને ધોઈ લો અને પછી તેના બારીક કટકા કરી લો. તેને એક બાઉલમાં મુકો 
- હવે દાડમના દાણા પણ એક બાઉલમાં મુકી દો 
- હવે એક બાઉલમાં દહી લો અને તેને સારી રીતે વલોવી લો. 
- ધ્યાન રાખજો કે ફ્રુટ રાયતા માટે વપરાતુ દહી એકદમ તાજુ હોવુ જોઈએ 
- નહી તો ફ્રુટ રાયતામાં ખટાશ આવી શકે છે. 
- હવે દહીમાં સફરજન અને દાડમ નાખીને સ્વાદ મુજબ ખાંડ અને જીરા પાવડર, સંચળ, કાળા મરીનો પાવડર નાખીને હલાવી લો. 
- લો તમારુ ફ્રુટ રાયતા બનીને તૈયાર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Baby Care tips- જન્મ પછી પહેલી શરદી બાળકને બીમાર કરી શકે છે, જાણો કેવી રીતે તેની કાળજી રાખવી