Publish Date: Wed, 17 Dec 2014 (18:03 IST)
Updated Date: Wed, 17 Dec 2014 (18:10 IST)
પ્રોટીન. કેલ્શિયમ. પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વોથી ભરપૂર હોવાને કારણે બદામ આપણા શરીરને પ્રાકૃતિક ગરમી આપે છે. શિયાળાની ઋતુમાં બદામના શીરાનુ સેવન ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે.
સામગ્રી. - બે કપ બદામ. અઢી કપ ખાંડ. 2 ટીપા કેસર રંગ. 1 કપ ઘી. 1 કપ દૂધ
બનાવવાની રીત - બદામને એક કલાક માટે ગરમ પાણીમાં પલાળી દો. પલળેલી બદામના છાલટા કાધી તેને મિક્સરમાં થોડા દૂધ સાથે વાટી લો. હવે કડાહીમાં ઘી નાખો અને જ્યારે ઘી ગરમ થઈ જાય તો તેમા બદામનુ પેસ્ટ નાખો અને સરી રીતે સેકી લો. પછી તેમા કેસરનો રંગ નાખો જ્યારે પેસ્ટ સોનેરી થાય ત્યારે ખાંડ નાખી હલાવો. જ્યારે તમને લાગે કે શીરો ઘટ્ટ થઈ ગયો છે ત્યારે તેને પિસ્તાથી સજાવી સ્રર્વ કરો.
webdunia
Publish Date: Wed, 17 Dec 2014 (18:03 IST)
Updated Date: Wed, 17 Dec 2014 (18:10 IST)