Select Your Language
મોતીચૂર મોદક
સામગ્રી : અઢી કપ ચણાનો લોટ, ૧/૩ કપ જેટલી ખાંડ. ૧/૪ કપ જેટલું દૂધ. ઓરેંજ કલર, ઘી૧ ચમચી ઇલાયચીનો પાઉડર, ૧૦ બદામની કતરી, ૧૦ પિસ્તા કતરી, ત્રણ કપ પાણીમાં ખાંડની ચાસણી તૈયાર કરો.* તેમાં દૂધ નાંખો અને ઊભરો આવ્યા બાદ મલાઇ કાઢી લો. તરત જ જરૂરિયાત અનુસાર ફૂડ કલર ઉમેરો અને મિશ્રણને ઠરવા દો.* ચણાના લોટમાં ત્રણ કપ પાણી નાંખી બેસન તૈયાર કરો.* ઘી ગરમ કરી જાળીવાળા ચમચા પર બેસન ઘસતા જાઓ, એટલે ઘીમાં બૂંદી પડશે, તેને બેથી ત્રણ મિનિટ તળીને કાઢી લો.* બૂંદીને ચાસણીમાં નાંખો. બૂંદીવાળી ચાસણીમાં ઇલાયચી પાઉડર ઉમેરી બરાબર હલાવી લો.* બૂંદીને મોદક શેપમાં બનાવી લો અને તેને બદામ અને પિસ્તાની કતરીથી ગાર્નિશ કરો.