ગુજરાતી વાનગી - કેરીનું પનું
સામગ્રી: 6 મધ્યમ સાઈઝની કાચી કેરી, 3. 3/4 કપ પાણી, 1 ટીસ્પૂન શેકીને પાવડર કરેલું જીરુ, 1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન નમક , ટેબલસ્પૂન ખાંડ, 3 ટેબલસ્પૂન ઝીણો સમારેલો ફૂદિનો , 12 ક્રશ કરેલા આઈસ-ક્યૂબ બનાવવાની રીત: - કાચી કેરીને પાણીમાં બાફી લો. 10 મિનીટ સુધી ઉકળવા દો. કેરીને પાણીમાંથી નિતારીને તેની છાલ ઉતારી લો. તેના ગોટલાને હટાવીને તેનો પલ્પ એક મોટા પેનમાં કાઢી લો. તેમાં ખાંડ, મીઠું, લાલ મરચાનો પાવડર અને જીરૂ પાવડર ઉમેરો. તેને સ્મૂથ થાય ત્યા સુધી ફેંટી લો. હવે તેમાં ઝીણો સમારેલો ફૂદિનો ઉમેરો અને ફરીથી મિક્સ કરો. તૈયાર થયેલા આમ પન્નાને એક જગમાં ભરી લો. તેને ક્રશ કરેલા આઈસ સાથે ઠંડુ કરીને સર્વ કરો.