Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ક્રિસમસ સ્પેશ્યલ - પાઈનેપલ ચોકલેટ કેક

ક્રિસમસ સ્પેશ્યલ - પાઈનેપલ ચોકલેટ કેક
N.D
સામગ્રી : એક કપ મેંદો, 250 ગ્રામ આઇસિંગ શુગર, એક કપ ક્રીમ, એકથી સવા કપ કેસ્ટર શુગર, એક ચમચી પાઇનેપલ એસેન્સ, 3 મોટી ચમચી પાઇનેપલનો રસ, 2 મોટી ચમચી ફ્રેશ ક્રીમ, 2 મોટી ચમચી ચોકલેટની ચિપ્સ, એક ચમકી ઓગળેલું માખણ, એક ચમચી બેકિંગ પાવડર, 1 કપ કોકો પાવડર.

બનાવવાની રીત : સૌથી પહેલા ક્રીમ અને ખાંડ ભેગા કરી લો અને તેને ફેંટો. હવે મેંદો, અડધો કપ કોકો પાવડર અને બેકિંગ પાવડર ક્રીમના મિશ્રણમાં નાંખો. ત્યારબાદ મેંદાના મિશ્રણને બરાબર ફેણો. બાદમાં ઘી લગાવેલા કેક પોટમાં મિશ્રણ નાંખી તેને ઓવનમાં 40થી 50 મિનિટ સુધી 180 સેન્ટીગ્રેડ તાપમાન પર બેક કરો. બેક થયેલી કેકને ઓવનમાં 10 મિનિટ સુધી રહેવા દો. આઇસિંગ શુગર અને અડધા કપ કોકોને ગ્લાસમાં લઇ તેમાં માખણ, એસેન્સ અને પાઇનેપલનો રસ ભેળવી દો. કેક ઠંડી થાય એટલે તેની ઉપર આઇસિંગ શુગરનું લેયર પાથરી દો અને તેની ઉપર ચોકલેટ ચિપ્સની મદદથી ડેકોરેશન કરો

Share this Story:

Follow Webdunia gujarati