Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડીહાઇડ્રેશનથી બચવાનું ડ્રીંક - પાઈનેપલ લેમોનેડ

ડીહાઇડ્રેશનથી બચવાનું ડ્રીંક - પાઈનેપલ લેમોનેડ
P.R
ગરમીની ઋતુમાં ડીહાઇડ્રેશનની સમસ્યા બહુ સામાન્ય બાબત બની જાય છે. માટે આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે આપણે પુષ્કળ માત્રામાં પાણી પીએ છીએ. ડીહાઇડ્રેશનથી બચવા માટે લીંબુમાંથી બનેલું લેમોનેડ બહુ સામાન્ય બની ચૂક્યું છે. પણ જો તમે આમાં કોઇ નવો ટેસ્ટ માણવા ઇચ્છતા હોવ તો પાઇનેપલ લેમોનેડ પી શકો છો. આ બહુ ટેસ્ટી અને હેલ્ધી પણ હોય છે. જાણીએ તે બનાવવાની રીત.

સામગ્રી - 1 કપ અનાનસનો રસ, દોઢ ચમચી લીંબુનો રસ, 2 ચમચી મધ, 4 ચમચી ખાંડ, 2 કપ પાણી અને બરફ.

બનાવવાની રીત - સૌથી પહેલા એક વાસણમાં પાણી ઉકાળો. હવે તેમાં અનાનસનો રસ, લીંબુનો રસ, ખાંડ અને મધ મિક્સ કરો. જ્યાંસુધી ખાંડ ઓગળી ન જાય ત્યાંસુધી સારી રીતે ઓગાળો અને ઉકાળો. જ્યારે ખાંડ સંપૂર્ણપણે ઓળગી જાય એટલે ગેસ બંધ કરો. હવે મિશ્રણને ઠંડુ થવા દો અને બાદમાં આ મિશ્રણને 2-3 કલાક માટે ફ્રીઝમાં મૂકી રાખો. હવે ચિલ્ડ લેમોનેડને એક શાનદાર કાચના ગ્લાસમાં નાંખી ઉપરથી બરફથી ગાર્નિશ કરી સર્વ કરો અને તમે પણ તેનો સ્વાદ માણો.

Share this Story:

Follow Webdunia gujarati