rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vevai-Vevan - સુરતના ચર્ચિત પ્રેમી વેવાઈ અને વેવાણ ફરીથી ભાગી ગયાં

Surat Vevai Vevan
, સોમવાર, 2 માર્ચ 2020 (12:45 IST)
કતારગામનાં બનનારા વેવાઈ અને નવસારીની વેવાણની વાતમાં ફરી નવો વળાંક આવ્યો છે. તેઓ ફરીથી શનિવારે ફરી ભાગી ગયા છે. હવે એક બીજાની સાથે રહેવાનાં મક્કમ નિર્ધાર કરીને બંને જણા ફરી ભાગી જઈ વરાછામાં નવેસરથી પોતાનો સંસાર માંડયો હતો. જોકે, રવિવારે કોઈક કારણોસર ત્યાંથી પણ ભાગી જઈ નાસિકનાં ડુંગરી ગામમાં રૂમ ભાડે રાખી રહેવા લાગ્યા ત્યારે આ ઘટના ફરીથી ચર્ચાનો વિષય બની છે. ત્યારે આ મામલો ફરીથી કામરેજ પોલીસ મથકમાં પહોંચ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં દીકરા-દીકરીની સગાઈ વખતે ભેગા થયેલા કોલેજકાળનાં મિત્રોને જુનો પ્રેમ ફરીથી યાદ આવ્યો હતો. આ બંને જણા ભાગી જતા આ કિસ્સો સમગ્ર રાજયભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો. આ લોકોનાં ભાગી ગયા બાદ તેમના બાળકોએ સગાઇ તોડી નાંખી હતી. વેવાણનાં ગુમ થવા અંગે કામરેજ પોલીસ મથકમાં અને વેવાઇ ગુમ થવા અંગે નવસારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. એક તરફ વેવાઇ-વેવણ ભાગી જતા સોશિયલ મીડિયામાં કેટલાક રમુજી મેસેજો વાયરલ થયા હતા. ભાગી જવાનાં 16 દિવસ સુધી પ્રેમીપંખીડા એવા વેવાઇ-વેવણ ઉજ્જૈનમાં રોકાયા બાદ પરત આવી ગયા હતા. આ કિસ્સામાં સમાજનાં આગેવાનોએ દરમિયાનગીરી કરી હતી. વેવાઇને તેનો પરિવાર સ્વીકારવા તૈયાર હતો પરંતુ વેવાણને તેના પતિએ સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. જેથી વેવાણ તેમના પિતાના ઘરે હતા અને બંન્ને વચ્ચે કોઇ પણ રીતે સંપર્કમાં રહેવું નહીં તેવું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આવુ થઇ ન શક્યું અને તેઓ ફરીથી સંપર્કમાં આવ્યા. આશરે એક મહિના બાદ એટલે કે શનિવારનાં રોજ બપોરનાં 2 વાગ્યાની આસપાસ વેવાણ અને વેવાઇ ફરીથી ભાગી ગયા હતા. આ પહેલા ભાગી ગયેલા વેવાઇ વેવાણ 16 દિવસ સુધી ઉજ્જૈનમાં રહ્યા હતા. જોકે, પરત આવ્યાં બાદ એકાદ મહિનાના અંતરાલ પછી તેઓ ફરી ભાગી જતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. આ કિસ્સાએ લોકોમાં ભારે ચર્ચા જગાવી છે અને તેઓ હવે સાથે જ રહેશે તેવી વાત પણ આવી છે. રહેવા માટે આ લોકોએ વરાછા વિસ્તારમાં ભાડાનું મકાન પણ લીધું હતું જે બાદ નાસિક જતા રહ્યાંનું પણ ચર્ચાઇ રહ્યું છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં એપ્રિલથી માર્ચ-2021 સુધી 40 રોજગાર મેળાનું આયોજન