શુ તમે આ આધુનિક યુગમાં નરબલિ વિશે વિચારો છો ? ન વિચાર્યુ હોય તો જરા દ્રવિડિયન સંસ્કૃતિની પૂજા પધ્ધતિ પર નજર નાખો, જ્યાં ભક્તો પોતાના ઈષ્ટ દેવને ખુશ કરવા માટે પોતાનુ લોહી ચઢાવે છે. મોટાભાગે આપણે આવી વાતો સાંભળીને કે વાંચીને માત્ર ચક્તિ જ થઈ જઈએ છીએ. આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને એક એવી વિચિત્ર પરંપરાના વિષે બતાવી રહ્યા છે, જેમાં માણસ કાંટાળા ઝાડીઓમાં લપેટાઈને જમીન પર આળોટે છે અને મહાકાળી માતાને લોહી ચઢાવે છે.
અડવી નામની આ પ્રથા કેરલના 'કુરમપલા દેવી મંદિર'માં પૂરી કરવામાં આવે છે. તે મંદિર તિરુવંનતપુરમથી લગભગ સો કિલોમીટરના અંતરે આવેલુ છે. મહાકાળી માઁની આરાધનાના નામે જાણીતી આ પ્રથા દર પાઁચ વર્ષમાં લગભગ એક વાર આયોજીત કરવામાં આવે છે.
માન્યતાના મુજબ અડવી વેલન નામમા એક પૂજારીની પૂજનીય દેવી હતી. એક વાર વેલન પૂજા અર્ચના કરીને મંદિર પાસેથી જઈ રહ્યો હતો. મંદિરની પાસે દેવી માઁ એ વેલનની પાસે રહેલ અડવી દેવીને પોતાની શક્તિઓ પ્રદાન કરી. ત્યારપછીથી દેવી માઁની શક્તિઓની આરાધના કરવા ભક્ત નરબલિ આપવા લાગ્યા અને આ પરંપરાનુ નામ જ અડવી પડી ગયુ.
આ પ્રથા દરમિયાન શ્રધ્ધાળુ વાઁસની કાંટાળી ઝાડીઓને લપેટીને, જમીન પર આળોટે છે અને પોતાનુ લોહી દેવી માઁ ને ચઢાવે છે. અ પ્રથા માનવ બલિ જેવી જ છે.
પળયાનીના નવમાં દિવસે ગામવાળાઓ મંદિરે પહોંચે છે અને કાંટાળા વાઁસ, નારિયળના તાડ વગેરે કાંટાળી ઝાડીઓમાં લપેટાઈને જમીન પર આળોટે છે. પળયાની સાંજે સાત વાગ્યાથી શરૂ થઈ જાય છે. અડધી રાત્રે મંદિરના મુખ્ય પૂજારી શ્રધ્ધાળૂને ભભૂતનો પ્રસાદ વહેંચે છે.
શ્રધ્ધાળુઓ ભભૂત મેળવ્યા પછી વિભિન્ન સ્થળેથી કાંટાળા ઝાડ એકઠાં કરે છે. ત્યારબાદ તે ઝાડીઓને પોતાના શરીર પર લપેટીને મંદિરની પરિક્રમા કરે છે. તેમા ફક્ત ઉત્તર દિશામાં જ પરિક્રમા કરવાની હોય છે.
W.D
છેવટે આ કાંટાઓને શરીરમાંથી દૂર કરવામાં આવે છે. શરીર પર થયેલા ઘાવમાંથી નીકળતુ લોહી તેઓ ભેગું કરે છે અને મહાકાળી માઁ ને ચઢાવે છે. આ પ્રથા મૂળ રૂપથી નરબલિનુ જ એક ઉદાહરણ છે. શ્રધ્ધાળુઓનો દાવો છે કે આ દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ કે પીડાનો અનુભવ થતો નથી. આ પ્રક્રિયાના પછી મંદિરનું પ્રાંગણ આખો દિવસ ખાલી રાખવામાં આવે છે અને આને ભૂત અને પ્રેતાત્માઓનો અડ્ડો માનવામાં આવે છે. તમે આ અંગે શુ વિચારો છો અમને જરૂર જણાવો ?