Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાળી શાલથી ઈલાજ કરનારા ગણેશભાઈ

કાળી શાલથી ઈલાજ કરનારા ગણેશભાઈ
શુ કોઈ પણ પ્રકારની બીમારીને દવા વગર, માત્ર શાલ ઓઢાવીને અને માર મારીને ઠીક કરી શકાય છે ? આવો, આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને એક એવી વ્યક્તિ સાથે મુલાકાત કરાવીએ છીએ, જે દેવી માઁના આશીર્વાદથી લોકોના રોગ દૂર ભગાવવાનો દાવો કરે છે.

મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના બડગાઁવમાં, ગણેશભાઈ નામની એક વ્યક્તિએ પોતાનો ડેરો જમાવ્યો છે. જ્યાં તેઓ વિચિત્ર રીતે દર્દીઓના રોગ દૂર ભગાડે છે. તેઓ પહેલા દર્દીને પોતાની કાળી શાલ ઓઢાડે છે અને પછી દેવી માઁ ની સ્તુતિ ગાતા-ગાતા શાલ હટાવીને દર્દીને મારે છે. તેમનો દાવો છે કે આવુ કરવાથી,તેવો એડ્સ, શુગર, લકવો, પોલિયો, કેંસર, સહિત દરેક પ્રકારની બીમારી દૂર ભગાડી શકે છે.

અહીં એક વખત સારવાર કરાવ્યા પછી ત્રણથી ચાર વાર આવવું પડે છે. તેની પ્રસિધ્ધિ એટલી દૂર દૂર સુધી ફેલાયેલી છે કે ઘણા રાજ્યોમાં તો લોકો કોઈ ડોક્ટરની પાસે સારવાર કરાવવાને બદલે, ઠીક થવાની આશા લઈને સીધા ગણેશ ભાઈના દરબારમાં જ ચાલ્યા આવે છે. સૌથી ખાસ વાત તો એ છે કે આ ગોરખધંધો પોલીસની છત્રછાયા વચ્ચે થઈ રહ્યો છે. રોજ ભક્તોની ભીડ થવાને કારણે ઈલાજ સમયે ઘણા પોલીસ કર્મચારીઓ અહીં ડ્યુટી લાગેલી રહે છે.

બાબા, મહારાજ વગેરેના સંબોધનને નફરત કરનારા ગણેશ ભાઈનુ કહેવુ છે કે રોગીઓને હું કેવી રીતે સાજા કરું છુ એ વાત હું પોતે પણ નથી જાણતો. આ તો બસ દેવી માઁ ની કૃપા છે.

W.D
ગણેશભાઈની દેવી શક્તિથી પ્રભાવિત થઈને એક ભક્તે તો તેમને 12 એકડ જમીન દાનમાં આપી દીધી. જ્યાં હવે માઁ અંબે અને કાળકા માતાનુ મંદિર બનવાનો પ્રસ્તાવ છે અને મંદિરના ભક્તો પાસેથી ફાળો પણ ઉઘરાવવામાં આવી રહ્યો છે.

વિજ્ઞાનને પડકાર આપનારો ગણેશભાઈનો ધંધો દિવસોદિવસ વધતો જઈ રહ્યો છે, અને ભક્તોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ડોક્ટરથી વધુ લોકો આ બાબા પર વિશ્વાસ કરી રહ્યા છે. શુ ખરેખર ગણેશભાઈ દર્દીઓને રાહત આપી રહ્યા છે કે સરકારી આડ લઈને લોકોની ભાવનાઓની સાથે રમત રમાઈ રહી છે ? તમે આ અંગે શુ વિચારો છો તે અમને જરૂરથી જણાવશો.

Share this Story:

Follow Webdunia gujarati