Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાલી મસ્જિદના સરકાર

જ્યાં આવવાથી દૂર થાય છે મુશ્કેલીઓ ....

કાલી મસ્જિદના સરકાર
W.D

શુ કોઈ માણસને ભૂત-પ્રેત જકડી શકે છે ? અને શુ કોઈ દરગાહ આ ભૂતપ્રેતથી લોકોને મુક્તિ અપાવી શકે છે ? આસ્થા અને અંધવિશ્વાસની કડીમાં આ વખતે અમે તમને એક એવી જગ્યાએ લઈ જઈએ છીએ જ્યાં દરેક ગુરૂવારે ભૂતપ્રેતથી ત્રસ્ત લોકોની ભીડ જામી જાય છે.

દેવાસના સ્મશાન ઘાટની પાસે છે એક અજાણ્યા બાબાની દરગાહ જે કાળી મસ્જિદના નામથી પ્રખ્યાત છે. જ્યાં દૂર દૂર થી શ્રધ્ધાળુ બાધા માનવા અને ખાસ કરીને ભૂતપ્રેત વળગાડથી મુક્તિ મેળવવા માટે આવે છે, અને તેમની ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. પહેલા આ દરગાહની પાસે એક નદી વહેતી હતી જેને નાગધમ્મ નદી કહેતા હતા પરંતુ હવે તે એક ગંદુ નાળુ બની ગઈ છે.

દરગાહના ઈતિહાસ વિશે જાતજાતની ધારણાઓ લોકો વચ્ચે જાણીતી છે કોઈ આને 11 સો વર્ષ જૂની બતાવે છે તો કોઈ 101 વર્ષ જૂની. આ એક એવી દરગાહ છે, જેના બાબા કોણ છે એટલે કે આ કોણી દરગાહ છે અને તેનુ નામ કાળી મસ્જિદ કેમ પડ્યુ આ વાતની કોઈને જાણ નથી. પ્રેતબાધાથી મુક્તિના આમ તો અનેક સ્થાન છે, પરંતુ દેવાસ અને તેની આસપાસના વિસ્તારોમાં આ સ્થાનનુ એક જુદુ જ મહત્વ છે.
webdunia
W.D

અઠવાડિયાના બીજા દિવસોમાં દરગાહ સામાન્ય પૂજા સ્થળની જેમ જ દેખાય છે પરંતુ ગુરૂવારે અહીંનુ વાતાવરણ અત્યંત રહસ્યમય થઈ જાય છે. આખી દરગાહમાં ફેલાયેલી લોબાનની ગંધ અને તે બધાના વચ્ચે ભૂત બાધાઓથી પીડિત લોકો ઝૂમતા વિચિત્ર પ્રકારનો અવાજ કરે છે. એક ક્ષણ માટે એવુ લાગે છે કે જાણે આપણે કોઈ બીજી દુનિયામાં આવી ગયા છે. આ પ્રક્રિયા સવારથી સાંજ સુધી સતત ચાલતી રહે છે. અને વાતાવરણનો ભારને સ્પષ્ટ રૂપે અનુભવી શકાય છે.

અહીંના ખાદીમ અર્જુનસિંહના મુજબ જે પણ અહીં પાઁચ ગુરૂવાર હાજરી આપી દે છે, બાબા તેમને ઉપરી બાધાઓથી મુક્ત કરી દે છે. તેમનુ કહેવુ છે કે પ્રેતબાધા મુક્તિ જ નહી પરંતુ અહીંથી ઘણા શ્રધ્ધાળુઓની યોગ્ય માંગણીઓ પણ પૂરી થઈ છે. કેટલાક લોકોની આંખોની જ્યોતિ પણ પાછી આવી તો કેટલાક અપંગો સારા થઈ ગયા છે. અહીં સંતાનની આશામાં આવેલી સ્ત્રીનો ખોળો કદી ખાલી રહેતો નથી.
webdunia
W.D

આ વિશે અમે જ્યારે સ્ર્થાનિક શ્રધ્ધાળુ વામિક શેખ સાથે વાતચીત કરી તો તેમણે કહ્યુ કે મારા જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી ઉભી થઈ તો મેં બાબાના દરબારમાં હાજરી આપી છે અને અહીંથી જ મેં બધુ મેળવ્યુ છે. અહીંથી ગંભીર રોગીઓ પણ સારા થઈને ગયા છે. જેમના પર બાબાની મહેરબાની થઈ જાય છે તેમના પર કદી કોઈ મુશ્કેલી નથી આવતી.

એક તરફ વૈજ્ઞાનિક યુગમાં ભૂત-પ્રેત એક અંધવિશ્વાસ સિવાય બીજુ કશુ નથી તો બીજી બાજુ અહીં આવનારા લોકોનુ કહેવુ છે કે જે તેમની આંખોએ જોયુ તેની પર અવિશ્વાસ કેવી રીતે કરી શકે છે ? શુ ખરેખર ભૂત પ્રેત હોય છે કે આ ફક્ત એક અંધવિશ્વાસ છે. નિર્ણય તમારા હાથમાં છે...આપ આપના મંતવ્ય અમને જરૂર જણાવશો.

Share this Story:

Follow Webdunia gujarati