Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અશ્વથામા કોણ હતા ?

webdunia
અશ્વથામા મહાભારત કાળમાં એટલેકે દ્વાપરયુગમાં જનમ્યાં હતા. તેમની ગણના આ યુગના શ્રેષ્ઠ યોધ્ધાઓમાં થતી હતી. તે ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અને કુરુ વંશના રાજગુરુ કૃપાચાર્યના ભાણેજ હતા.

દ્રોણાચાર્ય એજ કૌરવો અને પાંડવોને શસ્ત્રવિદ્યામાં પારંગત બનાવ્યા હતા. મહાભારતના યુધ્ધના સમયે ગુરુ દ્રોણની હસ્તિનાપુર પ્રત્યે નિષ્ઠા હોવાને કારણે કૌરવોનો સાથ આપવો તેમને ઉચિત લાગ્યો.

અશ્વથામા પણ પોતાના પિતાની જેમ શાસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં નિપુણ હતા. પિતા-પુત્રની જોડીને મહાભારતના યુધ્ધ દરમિયાન પાંડવોની સેનાને વેર-વિખેર કરી નાખી હતી. પાંડવોની સેનાનો ઉત્સાહ ભંગ થતો જોઈને શ્રીકૃષ્ણએ દ્રોણાચાર્યનો વધ કરવા માટે યુધિષ્ઠિરને કૂટનિતિનો સહારો લેવાનું કહ્યુ.

આ યોજનાના અંતર્ગત યુધ્ધભૂમિમા આ વાત ફેલાવી દેવામાં આવી કે અશ્વથામા મરી ગયો છે. જ્યારે દ્રોણાચાર્યને ધર્મરાજ યુધિષ્ઠિર પાસેથી અશ્વથામાની મૃત્યુની હકીકત જાણવાની ઈચ્છા બતાવી તો યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે 'અશ્વથામા હતો નરો વા કુંજરો વા' (અશ્વથામા માર્યો ગયો છે, પણ મને એ નથી ખબર કે તે નર હતો કે હાથી ?)

આ સાંભળી ગુરુ દ્રોણ પુત્ર મોહમાં શસ્ત્ર ત્યજીને નિરાશ થઈને યુધ્ધભૂમિ પર બેસી ગયા. અને તે જ ક્ષણનો લાભ ઉઠાવીને પાંચાલ નરેશ દ્રુપદ પુત્ર દ્યૃષ્ટદ્યુમ્ને તેમનો વધ કરી નાખ્યો.

પિતાના મૃત્યુએ અશ્વથામાને વિચલિત કરી નાખ્યો. મહાભારતના યુધ્ધ પછી જ્યારે અશ્વથામાએ પિતાની મૃત્યુનો બદલો
લેવા માટે પાંડવ પુત્રોનો વધ કરી દીધો તથા પાંડવ વંશના સંપૂર્ણ નાશ માટે ઉત્તરાના ગર્ભમાં ઉછેરી રહેલો અભિમન્યુના પુત્ર પરિક્ષિતને મારવા માટે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે પરિક્ષિતની રક્ષા કરીને દંડ સ્વરુપે અશ્વથામાના માથા પર લાગેલી મણિ કાઢીને તેમને તેજહિન કરી નાખ્યા. અને યુગો યુગો સુધી ભટકવાનો શ્રાપ આપ્યો.

કહેવાય છે કે અસીરગઢ સિવાય મધ્યપ્રદેશના જ જબલપુર શહેરના 'ગૌરીઘાટ' (નર્મદા નદી) ના કિનારે પણ અશ્વથામા ભટકતા રહે છે. સ્થાનિક રહેવાસીઓના મુજબ ક્યારેક-ક્યારેક તે પોતાના માથાના ઘાવથી નીકળતા લોહીને રોકવા માટે હળદર અને તેલની માઁગ પણ કરેપરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati