મહાઆરતીથી ભૂતપ્રેતથી મુક્તિનો દાવો
હાથમાં પૂજાની થાળી, સળગતી કપૂર અને વિચિત્ર હરકતો કરતા શ્રધ્ધાળુ.... આ દ્રશ્ય છે મધ્યપ્રદેશના બીજલપુર ગામમાં આવેલ દત્ત મંદિરનુ. લોકોનો વિશ્વાસ છે કે આ મંદિરની આરતીમાં જોડાવવાથી લોકોની પ્રેતબાધા દૂર થાય છે. જેવી અમને આ અંગે જાણકારી મળી, અમે નક્કી કર્યુ કે એક વાર જઈને આ મંદિરની મુલાકાત લેવી જોઈએ. અમે ગામના રસ્તામાં જ હતા કે દત્ત મંદિરના ટોચ પર લાગેલી લાલ ધ્વજા જોવા મળી. થોડાંક આગળ વધતા અમને સફેદ મંદિર દેખાયુ. મંદિરના આંગણમાં લોકોનો મેળો લાગ્યો હતો. જાણવા મળ્યુ કે ગુરૂવારે મહાઆરતી થાય છે. બધા શ્રધ્ધાળુ આ આરતીમાં ભાગ લેવા અહીં આવ્યા છે. મંદિરની અંદર દત્ત ભગવાનની સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. મંદિરના પૂજારી મહેશ મહારાજે જણાવ્યુ કે આ મંદિર લગભગ સાત સો વર્ષ જૂનુ છે. આ મંદિરમાં સેવા કરતાં કરતાં અમારી કેટલીય પેઢીઓ વીતી ગઈ. હું સાતમી પેઢીનો છુ. પૂર્વજોએ જણાવેલી વાતોના મુજબ અમારા એક પૂર્વજ હરિણુઆ સાહેબે સતત 12 વર્ષ સુધી ભગવાન દત્તાત્રેયની પૂજા-અર્ચના કરી. ત્યારબાદ ઈશ્વરે પ્રસન્ન થઈને તેમને વરદાન માંગવા કહ્યુ. ત્યારે હરિણુઆ સાહેબે કહ્યુ - તમે મંદિરમાં જ રહો. અહી આવેલા ભક્તો ખાલી હાથ પાછા ન જાય. બસ ત્યારથી મંદિરમાં સાક્ષાત દત્ત મહારાજનો વાસ છે.
આટલું બતાવતા મહેશ મહારાજ દાવો કરે છે કે તેમના શરીરમાં દત્ત ભગવાનનો પડછાયો આવે છે. ત્યારબાદમહાઆરતીમાં ભાગ લેનારા ભક્તની દુ:ખ-પીડા અને ખાસ કરીને ભૂતપ્રેત વળગાડ દૂર થઈ જાય છે. ફોટો ગેલેરી મટે ક્લિક કરો અમે પૂજારી સાથે વાત જ કરી રહ્યા હતા કે મહાઆરતીનો સમય થઈ ગયો. અમે જોયુ કે આરતીના સમયે અનેક લોકો જેમા મુખ્ય કરીને સ્ત્રીઓ હતી. હાથમાં સળગતી કપૂરની થાળી લઈને દત્ત ભગવાનની આરતી કરવા લાગી કેટલીક ચીસો પાડવા લાગી તો કેટલીક જમીન પર આળોટવા લાગી. અમને બતાવવામાં આવ્યુ કે આ લોકોને હાજરી આવી રહી છે. તેમની પાસેથી આવી હરકતો તેમની અંદર રહેલા ભૂત પ્રેત કરાવી રહ્યા છે. અમે અહીં આવેલા એક વ્યક્તિ જીતેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી. જિતેન્દ્રએ જણાવ્યુ કે તેની પત્નીને ડાકણ વળગી છે. તે કેટલાય દિવસોથી સતત ગુમસુમ રહે છે. કોઈની સાથે વાત પણ નથી કરતી, જમવાનુ પણ નથી જમતી. જ્યારથી તેણે આ મંદિરની મહાઆરતીમાં લઈને આવી રહ્યો છુ ત્યારથી તેમાં થોડો સુધારો થયો હોય તેવુ લાગે છે. જીતેન્દ્રની જેમ બીજા લોકો પણ મંદિરમાં આવ્યા પછી સુધારો થયાનો દાવો કરી રહ્યા હતા. એવી જ રીતે એક સ્ત્રી જમુનાબાઈનો દાવો હતો કે તે આજે સારી છે, સ્વસ્થ છે તો ફક્ત દત્ત મહારાજની કૃપાથી.
પણ અમને તો એવુ લાગી રહ્યુ હતુ કે આ બધા પર ભૂત પ્રેત કે કોઈ વળગાડ નથી પણ કોઈ માનસિક બીમારી છે અને તેમને ઈલાજની સખત જરૂર છે. આ બાબતે જ્યારે મનોચિકિત્સકો સાથે વાતચીત કરી તો તેમનુ કહેવુ પણ આ જ હતુ કે આવા લોકો માનસિક રૂપે હેરાન થાય છે. આપણે તેમણે પાગલોની શ્રેણીમાં પણ નથી મૂકી શકતા. આ લોકોને યોગ્ય દેખરેખ અને પ્રેમની જરૂર છે. જો સમયસર આ લોકોની સારવાર કરવામાં આવે તો તેમણે આ સમસ્યાથી મુક્તિ મળી શકે છે. તમે આ અંગે શુ વિચારો છો, અમને જણાવજો ?