અહીંના પૂજારી પંડિત અમૃતગિરી ગોસ્વામીનુ આ કહેવું છે કે આ મંદિર લગભગ 300 વર્ષ જૂનુ છે. અહીં આવેલ માતાની મૂર્તિ ખૂબ જ ચમત્કારિક મૂર્તિ છે. આ એક હકીકત છે કે આ મૂર્તિ મદિરા પાન કરે છે. દૂર-દૂરથી શ્રધ્ધાળુઓ અહીં માઁ ના ચમત્કારી રૂપના દર્શન કરવા અને માઁ પાસે પોતાની મનની મુરાદો માંગવા આવે છે. પુત્ર થયા પછી દેવી માઁ ના દર્શન કરવા આવેલ રમેશે જણાવ્યું કે તેમણે માતાને પ્રસન્ન કરવા માટે બકરાની બલિ આપી અને બાળકના વાળ આપી તેની માનતા ઉતારી. માતાના પ્રસાદના રૂપમાં ભક્તોને બોટલમાં વધેલી બાકીની મદિરા આપવામાં આવે છે. પોતાની મનોવાંછિત મન્નત પૂરી થયા પછી કોઈ કોઈ ભક્તો માતાની ટેકરી પર ઉધાડા પગે ચઢે છે તો કેટલાક ભક્તો પશુબલિ પણ આપે છે.
હરિયાળી અમાસ અને નવરાત્રિ પર અહીં ભક્તોનો મેળો લાગી જાય છે. કેટલાક લોકો ભૂત-પ્રેતથી છુટકારો મેળવવા માટે પણ માતાના દરબારમાં અરજી લગાવે છે.
શુ કોઈ મૂર્તિ ખરેખર મદિરા પી શકે છે કે આ માત્ર લોકોનો વહેમ છે ? આમાં શુ સત્ય છે આ વિશે કશુ નથી કહી શકાતુ. આસ્થા અને અંધવિશ્વાસની આ યાત્રા તમને કેવી લાગી અમને જરૂર જણાવશો.