Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટ્રેનને ઝુકાવતો અમર ઈંડિયન રોબિન હુડ

ટંટ્યા મામા એટલે કે ટંટ્યા ભીલને સન્માનમાં રેલગાડીઓ સલામી આપે છે..

ટ્રેનને ઝુકાવતો અમર ઈંડિયન રોબિન હુડ
W.D
આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને એક અનોખી વાર્તા બતાવી રહ્યા છે. સરકાર આ વાર્તાના હીરોને ભલે ભૂલી ગઈ હોય, પણ મધ્યપ્રદેશના મહુ વિસ્તારના રહેવાસીઓના દિલ, દિમાગ પર તેમનો હીરો આજે પણ જીવીત છે. જી હા, આજે અમે તમને બતાવી રહ્યા છે એક એવી હકીકત જે હવે માત્ર એક વાર્તા છે. એક એવી વાર્તા જે પૂરી થઈને પણ અધૂરી છે. વાર્તા જે વર્ષો જૂની છે પણ તેના પરનો વિશ્વાસ આજે પણ કાયમ છે. જી હા, અમે વાત કરી રહ્યા છે ટંટ્યા મામા એટલે કે ટંટ્યા ભીલની.

ફોટોગેલરી માટે અહીં ક્લિક કરો.

જળગાવ સતુપુડા ટેકરીઓના વિસ્તારથી લઈને માલવાના મહુ સુધી આ હીરોનો રૂઆબ હતો. આ ક્રાંતિવીર યોધ્ધાએ કેટલી વાર અંગ્રેજોના દાંત ખાંટા કર્યા હતા. ઈંડિયન રોબિનહુડના નામથી પ્રખ્યાત ટંટ્યા ભીલે અંગ્રેજોના શાસનકાળમાં ગોરા સૈનિકોના નાકમાં દમ કરી દીધો હતો. કહેવાય છે કે રોબિન હુડની જેમ ટંટ્યા મામા અંગ્રેજોને લૂટતા અને લૂટનો માલ આદિવાસીઓમાં વહેંચી દેતા હતા. અંગ્રેજ ટંટ્યા ભીલથી એટલા હેરાન હતા કે તેમણે તેને પકડવા માટે ઈનામ જાહેર કરી દીધુ હતુ. એવુ પણ માનવામાં આવે છે કે કેટલીય વાર ટંટ્યા ભીલ પોલીસના હાથે ચડી ગયા હતા પણ દરેક સમયે બચી ગયા. આનુ કારણ ટંટ્યા મામાના જાદુને માનવામાં આવે છે. લોકોનુ માનવુ છે કે ગરીબોના દેવતા ટંટ્યા ભીલની પાસે ઘણી રહસ્યમય શક્તિઓ હતી.
webdunia
W.D

ગોરી પ્રજા સાથે સંતાકૂકડીની રમતાં-રમતાં છેવટે એક વાર ટંટ્યા મામા અંગ્રેજોના જાળમાં ફંસાઈ ગયા. ભીલ મામાના કહેવાતા જાદુથી ડરેલા અંગ્રેજોએ પાતાળ પાણીના રેલવે ટ્રેક પર જ તેમની હત્યા કરી નાખી. એવુ કહેવાય છે કે આ હત્યા પછી ટંટ્યા ભીલનુ શરીર તો ખલાસ થઈ ગયુ પણ આત્મા અમર થઈ ગઈ. આ હત્યા પછી તો અહીં સતત રેલ્વે દુર્ધટના થવા માંડી. આ દુર્ઘટનામાં ગોરા લોકોની સાથે સાથે સામાન્ય લોકો પણ આ દુર્ઘટનાના શિકાર થવા માંડ્યા. સતત થતી આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખતા સામાન્ય રહેવાસીઓએ અહીં ટંટ્યા મામાનુ મંદિર બનાવ્યુ. ત્યારથી લઈને આજ સુધી મંદિર ના સામે ટ્રેન રોકાય છે. મામાને સલામ કરે છે અને સહી સલામત પોતાના મંજીલ સુધી પહોંચી જાય છે.

પરંતુ રેલ્વેના કર્મચારીઓ આ વાર્તાને નકારતા કહે છે કે અહીંથી રેલ્વેનો ટ્રેક બદલવામાં આવે છે. પાતાળપાણીથી કાલાકુંડનો ટ્રેક એક ભયાનક ચઢાઈવાળો રસ્તો છે. તેથી અમે બ્રેક ચેક કરવા માટે અહીં રોકાઈએ છીએ. અહીં મંદિર પણ બન્યુ છે તેથી માથુ નમાવીને જ આગળ વધીએ છીએ.
webdunia
W.D
રેલ્વે કર્મચારીઓ કંઈ પણ કહે પણ દરેક વખતે ટ્રેન ભલે તે નવી હોય કે જૂની આ મંદિરની સામે રોકાય છે. રહેવાસીઓનુ કહેવું છે કે જ્યારે જ્યારે અહીં ટ્રેન રોકવામાં ન આવી ત્યારે ત્યારે અહીં રેલ અકસ્માત સર્જાયો છે. તેથી અહીં કોઈપણ ટ્રેન અહીંથી પસાર થતાં પહેલા ટંટ્યા મામાને સલામી આપવા રોકાય જરૂર છે. તમે આ અંગે શુ વિચારો છો અમને જરૂર જણાવો.

Share this Story:

Follow Webdunia gujarati