Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક સપનાથી બદલાઈ જીંદગી

એક સપનાથી બદલાઈ જીંદગી
W.D
શું કોઈ સપનું લોકોનું જીવન બદલી શકે છે? ના.. તો અમે તમને આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં લઈ જઈ રહ્યાં છીએ મધ્યપ્રદેશના હાટ પીપલ્યાના નજીક મનાસા ગામમાં. આ ગામની અંદર એક અપંગ છોકરીના સપાનામાં રામદેવ બાબા આવ્યાં હતાં જે રાજસ્થાનના એક મહાન સંત હતાં અને ત્યારથી આ છોકરીનું જીવન જ બદલાઈ ગયું હતું.

તેને પ્રકૃતિનો અન્યાય જ કહી શકો છો કે જ્યારે બબીતાનો જન્મ થયો ત્યારે જ તેના હાથ-પગની સાથે સાથે શરીરના કેટલાક ભાગો પણ નિષ્ક્રિય જ હતાં. તેનાં સંપુર્ણ દિવસ અને રાત પલંગ પર જ પસાર થતાં હતાં. પરંતુ જ્યારે તે હોશમાં આવી તે વખતે તેને સપનામાં રામદેવબાબા આવ્યા અને કહેવા લાગ્યા કે તુ ઉઠ અને ચાલ, લોકોની સેવા કર અને બસ ત્યાર બાદ તો જાણે ચમત્કાર થઈ ગયો હોય તેમ તેના પગ અચાનક હલન-ચલન કરવા લાગ્યા. જે પગ ક્યારેય પણ હલતાં ન હતાં તે પગમાં આજે બધુ જ કામ કરવાની અને લોકોનું દુ:ખ દુર કરવાની શક્તિ આવી ગઈ.

ફોટોગેલેરી માટે ક્લિક કરો

બબીતાની પાસે ઉપચાર કરાવવા માટે આવેલ વિજયે જણાવ્યું કે મારા હાથમાં ઘણાં દિવસોથી દુ:ખાવો હતો. તે ઓછો નહોતો થઈ રહ્યો. જ્યારે મને આ વાતની જાણ થઈ ત્યારે હુ પણ અહીંયા આવી પહોચ્યો. આમની પાસે સારવાર કરાવ્યા બાદ મને કઈક ફાયદો થયો છે. હુ રોજ અહીંયા માલિશ કરાવવા માટે આવું છું.

એક અન્ય દર્દી સંતોષ પ્રજાપતે જણાવ્યું કે હુ મનસા ગામથી આવુ છું. હુ અહીંયા મારી પીઠના દુ:ખાવાનો ઈલાજ કરાવવા માટે આવ્યો છું. મને કમરનો દુ:ખાવો હંમેશાથી હતો અને મને આમની માલિશથી ઘણો ફરક પડ્યો છે. અહીંયા આજુબાજુના ગામના લોકો પણ માલિશ કરાવવા માટે આવે છે.

webdunia
W.D
એક ગ્રામીણ મહિલાએ અમને જણાવ્યું કે તે નાનપણથી જ ચાલી શકતી ન હતી. પરંતુ જ્યારે એક વખત બાબા રામદેવજીએ તેને સપનું આપ્યું હતું ત્યારથી તે ચાલવા લાગી છે. વળી તે પગ દ્વારા જ પોતાના રોજીંદા કાર્યો કરે છે જેમકે વાસણ ઘસવા, ઘઉ વિણવા, કચરો વાળવો વગેરે. આ એક ચમત્કાર જ છે.

ઘણાં લોકો માને છે કે સપના ઘણુ બધુ કહી જાય છે સપના આપણને કોઈ વાત સુચવી પણ જાય છે. પરંતુ બબીતાનું સપનું એક અલગ છે. તમે આને શું કહેશો આસ્થા કે અંધવિશ્વાસ? પરંતુ જે હકીકત છે તેને આપણે નકારી ન શકીએ. આવુ પણ બની શકે છે. તો તમે આના વિશે તમારા મંતવ્યો અમને જરૂર જણાવશો...

Share this Story:

Follow Webdunia gujarati