Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રુતિ હાસન : ફળદાયી નથી અભિનયનું ક્ષેત્ર

શ્રુતિ હાસન : ફળદાયી નથી અભિનયનું ક્ષેત્ર
P.R
અભિનેતા કમલ હાસન અને સારિકાની પુત્રી શ્રુતિ હાસને તાજેતરમાં જ ફિલ્મ ઈંડસ્ટ્રીઝમાં પદાર્પણ કર્યુ છે. તેની ફિલ્મને કંઈ ખાસ સફળતા મળી નથી અને શ્રુતિને પણ ના બરાબર પ્રચાર મળ્યો.

શ્રુતિની જન્મ તારીખ 28 જાન્યુઆરી 1986 છે. આ આધારે બનેલી સુર્ય કુંડલીને અનુસાર તેનો જન્મ મકર લગ્ન તેમજ સિંહ રાશિમાં થયો. મકર લગ્નના વ્યક્તિઓ થોડાક શંકાશીલ, અસહિષ્ણુ તેમજ ઓછા આત્મવિશ્વાસી હોય છે.

લગ્નમાં ઉપસ્થિત બુધ, શુક્ર સુદર્શન વ્યક્તિત્વ આપે છે પરંતુ, મકર રાશિનો શુક્ર ખાસ કરીને સફળતાને આડે આવે છે. શુક્ર અને બુધની સ્થિતિ કળામાં સામાન્ય રસ દર્શાવે છે. દ્વીતીયમાં મેષનો ગુરૂ પારિવારિક સુખને ઓછુ કરે છે, પરંતુ સૌમ્ય વાણી આપે છે. ગુરૂ ચંદ્રનો દ્રષ્ટિ સંબંધ વાણીને મજબુત બનાવે છે. પરંતુ સ્વાસ્થ્ય કષ્ટ (અષ્ટમ ચંદ્ર) પ્રદાન કરી શકે છે.

ચતુર્થ-દશમમાં રાહુ-કેતુ માતાના સ્વાથ્યમાં કષ્ટ, માનસિક સંતાપ કે પરિવારથી અલગપણાના સુચક છે. આ જ રીતે ઉંમરના ભાવમાં મંગળ-શનિની સ્થિતિ ઉંમરને અનિશ્ચિત બનાવે છે, સફળતામાં અવરોધ આવવો અને મિત્રોથી હાનિના સંકેત આપે છે.

વર્તમાનમાં શ્રુતિ સુર્યની મહાદશામાં રાહુના અંતરથી પસાર થઈ રહી છે. મહાદશા વિશેષ ફળદાયક નથી. 2010 શ્રુતિ માટે કંઈ વિશેષ નહી રહે. 2011-12માં એકાદ સફળતા શ્રુતિના ખાતામાં નોંધાઈ શકે છે. ખરેખર તો શોખ માટે જ અભિનય કરવો શ્રુતિ માટે યોગ્ય રહેશે. વ્યવસાય માટે આ ક્ષેત્રને સ્વીકારવું એ એને માટે ફળદાયી નહી રહે.

આ સિવાય કલાની સાથે જોડાયેલ કોઈ પણ અન્ય ક્ષેત્રમાં જશે તો તેને સફળતા મળશે. અભિનયનું ક્ષેત્ર શ્રુતિ માટે ખાસ ફળદાયી નથી.

Share this Story:

Follow Webdunia gujarati