Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાહુલ: આ વર્ષ ઘણું પરિશ્રમવાળુ રહેશે

શનિ-મંગળનો દ્રષ્ટિ સંબંધ નુકશાનકારક

રાહુલ: આ વર્ષ ઘણું પરિશ્રમવાળુ રહેશે
N.D
રાહુલનો જન્મ 19 જૂન 1970માં વૃશ્ચિક રાશિમાં થયેલ છે તેમજ ગોચર જન્મ તારીખથી 19 જૂન 2009માં મેષ રાશિ છે. તો આવો જાણીએ આ વખતની ચુંટણીના કિંગ મેકર રાહુલ ગાંધીના વિશે કે તેમનું આગામી વર્ષ કેવું રહેશે.

જન્મ વખતે ગ્રહોની સ્થિતિ આ રીતની હતી- ગુરૂ ધર્મ, ન્યાય, જ્ઞાનનો કરાર વક્રી થઈને શુક્રની શત્રુ રાશિ તુલામાં છે. ચન્દ્ર જે મનનો કારક છે તે જન્મ વખતે થોડોક નીચો છે તેમજ વર્તમાન જન્મ તારીખ અનુસાર મેષ ચાલી રહ્યો છે જે બંને સમયમાં મંગળની રાશિમાં છે. અને આને લીધે જ તેમને આગામી વર્ષ ઘનું પરિશ્રમ કરીને જનઆકાંક્ષાઓને અનુરૂપ બનાવી દેશે, જેથી કરીને જો તેઓ પ્રધાનમંત્રી પદ સંભાળે છે તો કોઈને પણ તેવું કહેવાનો અવસર નહી મળે કે તેઓ રાજનીતિમાં કાચા ખેલાડી છે.

webdunia
N.D
રાહુલ ખુબ જ સારી રીતે ઘસાયેલા ખેલાડી છે તેથી તો તેમણે કોઈ પણ મંત્રી પદ સ્વીકાર નથી કર્યું, નહિતર તેમની જગ્યાએ જો કોઈ અન્ય હોત તો તે પ્રધાનમંત્રીની દોડમાં સૌથી આગળ હોત. તેમની પત્રિકામાં સૌથી મોટો દોષ શનિ, મંગળનો દ્રષ્ટિ સંબંધ છે, જે ક્યાંક ને ક્યાંક તેમને નુકશાન જરૂર કરશે.

જ્યાં શનિ લગ્નમાં નીચો છે ત્યાં ગોચરમાં શત્રુ સિહ રાશિમાં ચાલી રહ્યો છે, જે તેમના સ્વાસ્થ્યના મુદ્દે તકલીફ આપશે. ગોચર મંગળની નીચી દ્રષ્ટિ રાશિ લગ્નમાં નવમા ભાવ પર બેઠેલા કેતુ પર પડવાથી ઈજા વગેરેનું કારણ બની શકે છે.

ગોચરથી મંગળની દ્રષ્ટિ મંગળની રાશિ વૃશ્ચિક પર પડવાથી તેમને પરાક્રમી, સાહસી, કર્મઠ પણ બનાવેલ રાખશે. બધુ મળીને જોઈએ તો આખા વર્ષ દરમિયાન તેઓ ઉર્જાવાન બની રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati