Article Star Profile %e0%aa%b8%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b2%e0%aa%a6%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4 107070400018_1.htm

Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુનિલદત્ત

સુનિલદત્ત
એક્ટર, ફિલ્મકાર, સમાજ સેવક અને એક પોલિટિશિયન એવા સુનિલ દત્તનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી હતુ. તેમનું જીવન સંધર્ષમયી અને
W.D
ઘણી દુ:ખદાયી ઘટનાઓથી ભરેલું હતું. આ છતા તેમનામાં જે હિંમંત હતી તે આજે સૌના માટે મિસાલ છે. સુનિલ દ્ત્ત નો જન્મ 6 જૂન 1929ના દિવસે જેલમમાં જે હાલનું પાકિસ્તાન કહેવાય છે ત્યાં થયો હતો.

તેમના પેતાજીના અવસાન અને ભારત અને પાકિસ્તાનના ભાગલા પડવાના કારણે બાળપણથી જ તેમનું જીવન સંધર્ષમયી રહ્યુ હતુ. તેમણે પોતાનું ભણતર મુંબઈમાં પુરુ કર્યુ અને રેડિયો સ્ટેશન પર એક હોસ્ટ તરીકે તેમણે 1950માં કામ કરવાનું શરુ કર્યુ હતુ, જે દરમિયાન તેમણે લીધેલા ઈંટરવ્યુઓમાનો એક ઈંટરવ્યું તેમણે નરગીસ સાથે પણ લીધો હતો.

તેમણે અભિનય કરવાનો મોકો 1953માં રમેશ સાઈગલની ફિલ્મ 'રૈલ્વે સ્ટેશન'થી મળ્યો. પણ તેમની પ્રસિધ્ધિ તો ફિલ્મ 'મધર ઈંડિયા થી થઈ. આ ફિલ્મમાં તેમણે એક ગુસ્સાવાળા પુત્રનો અભિનય કર્યો હતો. એવું કહેવાય છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન લાગેલી આગમાં કૂદીને સુનિલદત્તે નરગીસને બચાવી હતી, જેના પછી બંને વચ્ચે પ્રેમ થયો અને તેમણે લગ્ન કરી લીધા.

તેમણી ધણી બધી ફિલ્મોમાંની એક ફિલ્મ 'પડોશન" માં તેમણે કોમેડી રોલ કર્યો હતો, જે હંમેશા યાદગાર બની રહેશે. તેમની બીજી યાદગાર ફિલ્મો છે - વક્ત, હમરાજ, મિલન, ગુમરાહ, નાગીન, અને જાની દુશ્મન. તેઓ 'યે રાસ્તે હૈ પ્યાર કે' અને 'મુજે જીને દો' જેવી ફિલ્મોના પ્રોડ્યુસર પણ રહ્યા હતા. તેમને 'યાદે' ફિલ્મમાં એકલાએ અભિનય કરીને તેમના અભિનયની ઉંચાઈનું પ્રમાણ આપ્યુ.હતું.

ફિલ્મી દુનિયા સાથે સાથે તેઓ રીયલ લાઈફમાં પણ હીરો હતા. પોતાની પત્ની નરગીસનું કેંસરના કારણે થયેલા અવસાન પછી તેમણે 'નરગીસ દત્ત કેંસર એંડ ફાઉંડેશન ' શરુ કર્યુ, અને કેંસર પર એક ફિલ્મ 'દર્દ કા રિશ્તા' બનાવી નાખી. 1980 થી તેઓ પોલીટિક્સ માં જોડાઈ ગયા. તેઓ પહેલીવાર લોકસભામાં ચૂંટાઈ આવ્યા. તેઓ મુંબઈથી પાંચવાર ચૂંટાઈને આવ્યા.

છેલ્લીવાર તેમણે પોતાના પુત્ર સંજય દત્ત સાથે 'મુન્નાભાઈ એમ બી બી એસ' માં કામ કર્યુ હતું. આમ,આ મહાન કલાકારે બધી મળીને કુલ 90 થી પણ વધુ [ફિલ્મોમાં કામ કર્યુ હતુ.

સુનિલ દત્તે એક સમાજસેવી તરીકે ધણા કામ કર્યા હતા. તેમના જેવો એક્ટર, સમાજસેવી અને પોલિટિકલ લીડર મળવો ધણો મુશ્કેલ છે.


Share this Story:

Follow Webdunia gujarati