Article Star Profile %e0%aa%ac%e0%aa%b2%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c %e0%aa%b8%e0%aa%b9%e0%aa%be%e0%aa%a8%e0%ab%80 107101700015_1.htm

Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બલરાજ સહાની

બલરાજ સહાની
બલરાજ સહાની એક એવા કલાકાર રહ્યા જેમને થિયેટર અને એક લેખક તરીકેનો લાંબો અનુભવ મેળવીને ફિલ્મોમાં આવ્યા. આ અનુભવ અને ધીર-ગંભીર વ્યક્તિત્વના કારણે તેઓ પોતાની જાતને ફિલ્મોની ચમકથી દૂર રાખી શક્યા.

સૌની સાથે મિત્રતા જાળવનાર બલરાજ સહાની એક સરળ અને ઉદાર મનવાળા માણસ હતા. પરદા પર પણ તેમણે મહાન ગુણોથી ભરપૂર વ્યક્તિની છબિ કંડારી. ત્યાગપ્રધાન ભૂમિકાઓ વધુ કરવાને કારણે તેમને મીનાકુમારીનું પુરૂષ સંસ્કરણ તરીકેની ઉપમા આપી હતી. તેમણે પોતાના પાત્રો દ્રારા ગરીબોને સંધર્ષ કરીને જીવવાનો સંદેશો આપ્યો. તે સપનાના નહી પણ હકીકતના સૌદાગર હતા.

બલરાજ સહાનીનો જન્મ રાવલપીંડીમાં 1913માં થયો હતો. લાહોરના ગવર્નમેંટૅ કોલેજમાંથી સાહિત્યમાં સ્નાતકની ઉપાધિ મેળવી હતી. તે બહુ જલ્દી વામપંથી વિચારો ધરાવતા 'રિયેલિસ્ટ' થિયેટર સાથે જોડાઈ ગયા. થોડા સમય સુધી શાંતિ-નિકેતનમાં હિન્દી-અંગ્રેજી સાહિત્ય શીખવાડ્યું. થોડા સમય માટે બીબીસીના હિન્દી સેવામાં એનાઉંસર રહ્યા.

દિલ્લીમાં પત્રકારિકા કરતા કરતા તેમણે 'મંડે મોર્નિગ' જનરલની શરૂઆત કરી.

1947માં દિલ્હી આવ્યા જ્યા ઈપ્ટાના મુખ્ય કલાકારના રૂપમાં ઓળખાવવા લાગ્યા. આંદોલન સાથે બંધન અને થિયેટર પ્રતિ પોતાના પ્રેમને કારણે તેમણે 60ના દશકમાં 'જુહૂ આર્ટ થિયેટર'નું સંચાલન પણ કર્યુ. ફિલ્મોમાં પહેલી વાર ખ્વાજા અહમદ અબ્બાસે 'ધરતી કે લાલ ' (1946) માં અભિનયની તક આપી. આ ફિલ્મમાં બંગાળની અકાલ ત્રાસદીને એક ગ્રામીણ મધ્યમવર્ગીય પરિવાર દ્રારા ઉભારી હતી. બલરાજ સહાની જેમાં વિદ્રોહી યુવાનની ભૂમિકા કરી હતી.

'હમલોગ'(1951)માં પણ તેમણે શોષણ ને અત્યાચારથી લડતા યુવાનનુ ચરિત્ર જીવ્યું. આવી ભૂમિકાઓને કારણે તેમને એંગ્રી યંગમેનની તરીકેની ઉપમા મળી હતી. પરંતુ બલરાજને વધુ પ્રસિધ્ધિ મળી બિમલ રાય દ્વારા નિર્દેશિત 'દો બીધા જમીન' (1953)થી. આ ફિલ્મ ઈટલીના નવ-યથાર્થવાદથી પ્રેરિત હતી. આ ફિલ્મને તે વર્ષની શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.

રાજેન્દસિંહ બેદીની 'ગરમ કોટ' માં તેમણે વિસ્થાપિત માણસની ભૂમિકાને કંડારી હતી. આ જ રીતે 'સોને કી ચિડીયા'(1958) ક્રાતિકારી કવિની અને યુધ્ધ ફિલ્મ 'હકીકત'(1964)માં રાષ્ટ્રીય ભાવનાવાળી ભૂમિકાને ખૂબ વખાણવામાં આવી. એમ એસ સત્થયૂની 'ગરમહવા'(1973) તેમણે હિન્દૂ-મુસ્લિમ સંબંધોને સશક્ત અભિવ્યક્તિ આપી.

આ રીતે બલરાજે હંમેશા પોતાના અભિનય દ્રારા ભારતીય સમાજના દબાયેલા વર્ગનું પ્રતિનિધિત્વ કર્યુ. તે એક કુશળ લેખક હતા. ગુરૂ દત્તની ફિલ્મ 'બાજી' ની કથા પટકથા લખી અને અનેક વિષયો પર લેખ પણ લખ્યો. 1971માં આત્મકથા લખી. તેઓ સોવિયત રૂસ અને ચીન જવાવાળા સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળના સદસ્ય પણ રહ્યા.

1974માં પ્રસિધ્ધ માર્ક્સવાદી પી.સી. જોશીએ તેમના કૃતિત્વ પર એક પુસ્તક 'બલરાજ સહાની : એન ઈંટીમેટ પોટ્રેટ' પ્રકાશિત કર્યુ હતુ . 13 એપ્રિલ 1973ના દિવસે તેમનું નિધન થયું. તેમની પહેલી પત્ની દમયંતી સાહની અને પુત્ર પરીક્ષિત સહાની પણ ફિલ્મ સાથે જોડાયેલા હતા. તેમના ભાઈ ભીષ્મ સહાનીનું સાહિત્યની દુનિયામાં એક પ્રસિધ્ધ નામ છે.

તેમની પ્રસિધ્ધ ફિલ્મો :-

ધરતી કે લાલ, ઈંસાફ (1946)
ગુડિયા (1947)
ગુંજન(1948)
હમલોગ (1951)
રાહી (1952)
આકાશ/દો બીધા જમીન(1953)
મજબૂરી(1954)
ગરમ કોટ, જવાબ, સીમા, વચન (1955)
ટકસાલ (1956)
પરદેશી, ભાભી, દો રોટી, કઠપૂતલી (1957)
દેવર-ભાભી,ખજાનચી, નયા કદમ, સોને કી ચિડિયા (1958)
હીરા-મોતી (1959)
દિલ ભી તેરા હમ ભી તેરે (1960)
ભાભી કી ચૂડિયા, કાબુલીવાલા (1961)
અનપઢ(1962)
અકેલા(1963)
હકીકત(1964)
ડાકઘર(1965)
આયે દિન બહાર કે, આશરા, નીંદ હમારી ખ્વાબ તુમ્હારે, પિંજરે કે પંછી (1966)
હમરાજ (1967)
આબરુ, દુનિયા, ઈજ્જત, સંધર્ષ(1968)
એક ફૂલ દો માલી, હમ એક હૈ, તલાશ (1969)
ધરતી, મેરે હમસફર, નયા રાસ્તા, પવિત્ર પાપી, પહચાન (1970)
પરાયાધન (1971)
જવાની-દીવાની(1972)
ચિમની કા ધુઁઆ, દામન ઔર આગ, ગરમ હવા, હસતે જખ્મ, હિન્દુસ્તાનકી કસમ, પ્યારકા રિશ્તા(1973)
અમાનત(1975)

Share this Story:

Follow Webdunia gujarati