Article Star Profile %e0%aa%85%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b2 %e0%aa%95%e0%aa%aa%e0%ab%82%e0%aa%b0 107100300013_1.htm

Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનિલ કપૂર

અનિલ કપૂર
IFM
અનિલ કપૂરનું બોલીવુડમાં એક મહત્વનું સ્થાન છે.

અનિલ કપૂરની જીંદગીમાં કેટલાય ઉતાર ચઢાવ આવ્યા છતાં તેઓ ન ક્દી હિમંત હાર્યા કે ન કદી સુપરસ્ટાર હોવાનું અભિમાન કર્યુ.

અનિલ કપૂરનો જન્મ 24 ડિસેમ્બર, 1954માં મુંબઈમાં થયો હતો. તેમના પિતાજી સુરેન્દ્ર કપૂર પહેલાં અભિનેત્રી અને ગાયિકા ગીતાબાલીના સેક્રેટરી હતા. પછી તેમને પોતાની ફિલ્મો બનાવવાની શરૂઆત કરી. પરંતુ કોઈ પણ સફળ ફિલ્મો બનાવી શક્યા નહી. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ ચેંબૂરની એક ચાલમાં રહેતા હતા.

અનિલ કપૂરને બે ભાઈ અને એક બહેન છે. મોટા ભાઈ બોની કપૂર પ્રસિધ્ધ ફિલ્મ નિર્માતા છે. નાનો ભાઈ સંજય કપૂર પણ અભિનેતા છે. બહેન રીના લગ્ન પછી દિલ્હીમાં રહે છે. અનિલ કપૂરની પત્ની સુનિતા છે. તેમને ત્રણ બાળકો છે. જેમાં બે છોકરીઓ સોનમ-રિયા અને એક છોકરો હર્ષવર્ધન છે. જેમાં તેમની પુત્રીઓ ફિલ્મોમાં આવી રહી છે. સુનિતા જુહૂમાં 'આઈડિયાજ ' ચલાવે છે અને અનિલ કપૂરની ડ્રેસ ડિજાઈનર પણ છે. અનિલ કપૂરનું બાળપણ અત્યંત સામાન્ય હતુ. આર્થિક અભાવને કારણે તે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત ન કરી શક્યા.

અનિલના પિતા સુરેન્દ્ર કપૂર અને પૃથ્વીરાજ કપૂર પિતરાઈ ભાઈ હતા. છતાં અનિલ કપૂરે કેરિયરના મામલે પોતાના દમ પર નાની-મોટી
webdunia
IFM
ભૂમિકાઓ કરી. 1983માં પ્રદર્શિત તેમની હોમ પ્રોડકશન ફિલ્મ 'વો સાત દિન' થી તેમના કેરિયરને નવો વળાંક મળી ગયો. અને તે એક સફળ હીરોની હરોળમાં આવી ગયા.

1987માં પ્રદર્શિત શ્રીદેવી સાથેની ફિલ્મ 'મિ. ઈડિંયા' એ તેમને એક નવી ઉચાઈ પર બેસાડી દીધો. તે પછી તેમનું કેરિયર ડગમગાવા લાગ્યું હતુ. અને તેમની ફિલ્મો ફ્લોપ જઈ રહી હતી. પણ પછી 'પરિંદા' અને 'રામ લખન' જેવી ફિલ્મોએ તેમને બચાવ્યા.

તેમને 'પુકાર'માં નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે. આ સિવાય 'મિ. ઈંડિયા', 'તેજાબ' અને 'બેટા' ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મ ફેયર એવોર્ડની સાથે બીજા પણ કેટલાય પુરસ્કારો મેળવી ચૂક્યાં છે.

અનિલ કપૂરની જોડી જેકી શ્રોફની સાથે સૌથી વધુ હિટ રહી. અને હીરોઈનોમાં જોવા જઈએ તો તેમના જમાનાની સુપરસ્ટાર શ્રીદેવી અને માધુરી દીક્ષિત બંને હીરોઈનો જોડે તેમની જોડી સૌથી વધુ જામી. અનિલે પોતાના કેરિયર
ની સર્વશ્રેષ્ઠ ફિલ્મો આ જ બે હીરોઈનો જોડે કરી છે.

શ્રીદેવીની જોડે તેમની 'મિ> ઈંડિયા' , 'લમ્હે', 'જુદાઈ', 'લાડલા' વગેરે યાદગાર ફિલ્મો આપી છે તો માધુરીની જોડે 'તેજાબ', 'રામ લખન', 'પરિંદા', 'કિશન કનૈયા' જેવી હિટ ચર્ચિત ફિલ્મો કરી છે.

અનિલ કપૂરે દરેક પ્રકારની ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમની તાજેતરની ફિલ્મોમાં 'તાલ' અને 'નો એંટ્રી' તેમની હિટ ફિલ્મો છે.

બધુ મળીને કહી શકાય કે ભલે હવે અનિલ કપૂરનો આઠમા કે નવમાં દશકાંનો જમાનો નથી રહ્યો, છતાં તેઓ આજે પણ એક સારો અભિનય કરી શકે છે. જેનું ઉદાહરણ હાસ્ય ફિલ્મ 'નો એટ્રી' અને તેમના ગંભીર અભિનયવાળી ફિલ્મ 'બેવફા' છે.

તેઓ એક સારા અભિનેતાની સાથે સાથે એક સારા પતિ અને શ્રેષ્ઠ પિતા પણ છે. બધી ટોપ અભિનેત્રીઓ સાથે કામ કરવાં છતાં તેમનું નામ કોઈ હીરોઈન સાથે નથી જોડાયું. પરિવાર તેમની માટે સર્વોપરી રહ્યુ છે. કામ જ તેમની માટે પૂજા છે.

તેમની મુખ્ય ફિલ્મો

વો સાત દિન -(1983)
મેરી જંગ-(1985)
મશાલ(1984)
કર્મા(1986)
લવ મેરેજ(1984)
અંદર બહાર(1984)
લૈલા (1984)
પ્યાર કા સિંદૂર(1986)
ઈંસાફ કી આવાઝ (1986)
ચમેલી કી શાદી(1986)
પ્યાર કિયા હૈ પ્યાર કરેંગે(1986)
તેજાંબ(1988)
રામ લખન(1989)
પરિદા(1989)
બેટા(1992)
લાડલા(1994)
અંદાજ(1994)
1942 એ લવસ્ટોરી(1994)
લોફર(1996)
જુદાઈ(1997)
વિરાસત(1997)
દિવાના-મસ્તાના (1997)
હમ આપકે દિલમે રહતે હૈ(1999)
તાલ (1999)
બીવી નં - 1(1999)
હમારા દિલ આપકે પાસ હૈ(2000)
લજ્જા(2001)
બધાઈ હો બધાઈ(2002)
રિશ્તે(2002)
અરમાન(2003)
કલકત્તા મેલ( 2003)
નો એટ્રી(2005)
બેવફા (2005)
માય વાઈફસ મર્ડર(2005)
હમ કો દિવાના કર ગયે(2006)

Share this Story:

Follow Webdunia gujarati