Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hbd - શ્રેયા ઘોષાલ 10 ભાષાઓમાં ગીત ગાઈ શકે છે

Hbd - શ્રેયા ઘોષાલ 10 ભાષાઓમાં ગીત ગાઈ શકે છે
, શુક્રવાર, 12 માર્ચ 2021 (00:55 IST)
સારેગમાપા રિયાલિટીશોથી બોલીવૂડમાં એંટ્રી કરનાર ગાયિકા શ્રેયા ઘોષાલના જન્મ દિવ્સે ચાહકોએ શુભેચ્છા આપી છે. શ્રેયા ઘોષાલના અવાજનો જાદુ આજે પણ અંકબંધ રહ્યો છે. તે ઘણા સમયથી સૌથી લોકપ્રિય ગાયિકા પૈકીની એક રહી છે. હાલમાં તેના તમામ ગીતો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહ્યા છે. શ્રેયા ઘોષાલના જન્મ 12 માર્ચ 1984ના દિવસે બહેરામપુર પશ્ચિમ બંગાળમાં થયો હતો. સંગીત ક્ષેત્રે તે પહેલાથી જ આવવા માટે ઈચ્છુક હતી.
 
શ્રેયા ઘોષાલ ગાયિકા તરીકે જાણીતી થઈ ચુકી છે. તે માત્ર હિંદીમાં જ નહી પણ આસામી, બંગાળી, જોધપુરી, ગુજરાતી, કન્નડ, મરાઠી, ઓરિયા, મલિયાલમ, તેલુગુ અને નેપાળી ભાષામાં પણ ગાય ચુકી છે. સારેગામાપામાં  જીત મેળવી ગયા બાદ તેની બોલિવૂડ કેરિયર શરૂ થઈ હતી. દેવદાસ ફિલ્મ સાથે તેની ગાયિકા તરીકેની કેરિયર શરૂ થયુ હતુ. આ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ ગાયિકા માટેનો રાષ્ટ્રીય ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો. તે ઘણા એવોર્ડ જીતી ગઈ છે. ઘોષાલનો જન્મ બંગાળમાં થયો હતો. સંજય લીલા ભણસાળીનું ધ્યાન શ્રેયા ઘોષાલ ઉપર પડ્યુ હતુ. અને તેમને ગીત ગાવવાની તક આપી હતી. શ્રેયા ઘોષાલે હાલમાં રજૂ થયેલી શાહરૂખ ખાન અભિનીત જબ તક હૈ જાન ફિલ્મોમાં પણ ગીત ગાયા છે. ગીતો બોક્સ ઓફિસ પર હીટ ગયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Falguni Pathak Birthay- ફાલ્ગુની પાઠક નવરાત્રીમાં અમીર બની જાય છે, જાણો જન્મદિવસ પર એક શો માટે કેટલી ફી લે છે