Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મંસૂર અલી ખાન અને શર્મિલા ટૈગૌરની લવ સ્ટોરી ખૂબ રોમાંચક છે.

મંસૂર અલી ખાન અને શર્મિલા ટૈગૌરની લવ સ્ટોરી ખૂબ રોમાંચક છે.
, ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (17:24 IST)
ક્રિકેટના મેદાન પર ટાઈગર કહેવાતા મંસૂર અલી ખાન પટૌદીની જીવન કોઈ ફિલ્મથી ઓછું નહી. દુર્ઘટનામાં એક આંખની રોશની ગુમાવવી નવાબની શાન શૌકતની સાથે જીવન જીવું અને તેમના સમયની મશહૂર અદાકાર શર્મિલા ટૈગૌરથી ઈશ્ક લડાવવા માટે પણ તે ખૂબ ચર્ચિત થયા. 
 
થાય પણ કેમ ના, તે દિવસો શર્મિલા ટૈગૌરની ગણના સૌથી સુંદર એકટ્રેસમાં થતી હતી. મંસૂર અલી ખાન પટૌદીના ક્રિકેટરની સ્ટોરી જેટલી રોચક છે, તેટલી જ મજેદાર છે એક્ટ્રેસ શર્મિલા ટૈગૌરની સાથે તેની મોહબ્બતનો કિસ્સો. રિપોર્ટસ મુજબ, શર્મિલા અને મંસૂર અલીની પ્રથમ ભેંટ દિલ્લીમાં થઈ હતી. 
 
પ્રથમ ભેંટમાં જ પટૌદી શર્મિલા ટૈગોરને દિલ આપી બેસ્યા. પણ મોહબ્બતની રાહ અહીં પણ કઠિન હતી. કારણકે ટાઈગર પટૌદી નવાબ ખાનદાનથી હતા અને શર્મિલા બૉલીવુડ એકટ્રેસ. બન્નેના ધર્મ જુદા હતા. પણ ઈશ્ક ચાલૂ હતું. 
 
લોકોએ કહ્યું કે આ રિશ્તા ચાલશે નહી પણ બન્નેએ દુનિયાને ખોટું સિદ્ધ કર્યું અને રિશ્તા નિકાહ સુધી પહોંચ્યું. ટાઈગર પટૌદી અને શર્મિલા ટૈગોરના રોમાંસથી સંકળાયેલો એક મજેદાર કિસ્સો છે. હકીકતમાં રિશ્તાની શરૂઆતી દિવસોમાં ટાઈગર પટૌદીએ શર્મિલા ટૈગોરને ગિફ્ટમાં રેફ્રીજરેટર આપ્યું હતું. 
 
તે સિવાય એક કિસ્સો આ પણ મશહૂર છે કે ક્રિક્રટના મેદાનમાં મંસૂર અલી ખાન શર્મિલા ટૈગોરના સ્વાગત છક્કાથી કરતા હતા. કહેવાય છે કે શર્મિલા ટૈગોર જ્યાં પણ બેસતી હતી, મંસૂર અલી ખાન તે જ દિશામાં છક્કા મારતા હતા. શર્મિલાને મંસૂરથી લગ્ન કરવા માટે ઈસ્લામ ધર્મ અપનાવવું પડયું હતું. 
 
ઈતિહાસકારોની માનીએ તો શર્મિલા ટૈગૌરને નિકાહ માટે ભોપાલની આખરે નવાબ અને ટાઈગર પટૌદીની મા સજિદા સુલ્તાનની શર્ત માનવી પડી. જેના માટે શર્મિલાએ વગર વિચારે હા કરી નાખી હતી. ઈસ્લામ ધર્મ અપનાવી શર્મિલા ટૈગોર આયશા સુલ્તાન થઈ ગઈ અને 27 ડિસેમ્બર 1969માં બન્નેના નિકાહ થઈ ગયું. 
 
શર્મિલાના એક્ટિંગના પ્યારને મંસૂરી ખૂબ સારી રીતે સમજતા હતા. ત્યારે તો તે લગ્ન પછી પણ ફિલ્મ કરતી રહી અને મંસૂર તેને સપોર્ટ કરતા રહ્યા. શર્મિલાથી મંસૂરને ત્રણ બાળક થયા -સૈફ અલી ખાન, સોહા અલી ખાન અને સબા અલી ખાન. સબા અલી દેશની પ્રખ્યાત જ્વેલરી ડિજાઈનર છે. 
 
મંસૂર અલી ખાનએ માત્ર 20 વર્ષની ઉમ્રમાં તેમનો પહેલો ટેસ્ટ ઈંગ્લેંડની સામે રમ્યું હતું. ભારતીય ટીમ માટે તેણે 46 ટેસ્ટ અને 310 પ્રથમ શ્રેણી મેચ રમ્યા. 22 સેપ્ટેમબર 2011ને ફેફસાં ના સંક્રમણના કારણે 70 વર્ષની ઉમ્રમાં ટાઈગર પટૌદીનો નિધન થયું.  
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gully Boy Movie Review: ખૂબ જ હાર્ડ છે રણવીર સિંહ-આલિયા ભટ્ટની સ્ટોરી