Publish Date: Mon, 08 Feb 2016 (16:08 IST)
Updated Date: Mon, 08 Feb 2016 (16:12 IST)
આજના દિવસે ભારતના ગઝલ કિંગ તરીકે જાણીતા આર્ટિસ્ટ જગજીત સિંહનો જન્મદિવસ છે. જગજીત સિંહનું જીવન ખૂબ ઉતાર ચઢાવથી ભર્યુ હતુ. આવો જાણીએ તેમના વિશે કેટલીક મહત્વની વાતો.
1. જગજીત સિંહનો જન્મ 8 ફેબ્રુઆરી 1941ના રોજ બીકાનેરમાં થયો હતો.
2. જન્મ સમયે તેમનુ નામ જગજીવન સિંહ હતુ. તેમને સરકારી શાળા અને ખાલસા કોલેજથી અભ્યાસ કર્યો હતો. તેમના પિતા ઈચ્છતા હતા કે જગજીત સિંહ એક એંજિનિયર બને.
3. અભ્યાસ પછી જગજીત સિંહે ઓલ ઈંડિયા રેડિયો જાલંધરમાં એક સિંગર ને મ્યુઝિક ડાયરેક્ટરના રૂપમાં કામ શરૂ કરી દીધુ. ત્યારબાદ કુરુક્ષેત્ર યૂનિવર્સિટી હરિયાણાથી પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ પણ કર્યો. જગજીત સિંહે ગુરૂદ્વારામાં પંડિત છગનલાલ મિશ્રા અને ઉસ્તાદ જમાલ ખાન પાસેથી ક્લાસિકલ સંગીતની શિક્ષા લીધી.
4. માર્ચ 1965માં જગજીત સિંહ પોતાના પરિવારને બતાવ્યા વગર જ મુંબઈ આવતા રહ્યા હતા અને સ્ટ્રગલ શરૂ કર્યો હતો. મુંબઈમાં જગજીત સિંહની મુલાકાત એક બંગાળી ચિત્રા દત્તા સાથે થઈ અને બંને 1969માં લગ્નના બંધનમાં બંધાય ગયા અને તેમણે એક પુત્ર વિવેક પણ થયો.
5. વર્ષ 1976માં જગજીત સિંહ અને ચિત્રાનો આલ્બમ 'The Unforgettable' રજુ થયો. જેને ઘણી પ્રશંસા મળી. જેને કારણે બંને કપલ સ્ટાર બની ગયા હતા. આ આલ્બમનુ ગીત બાત નીકલેગી ખૂબ પસંદ કરવામાં આવ્યુ હતુ અને આજે પણ એક સુપર હિટ ગઝલ છે.
6. જગજીત સિંહ અને ચિત્રા સિંહ સાથે મળીને અનેક કૉન્સર્ટ કરતા હતા અને જુદા જુદા ગઝલ આલબમનો ભાગ પણ બન્યા. તેમનો 1980માં આવેલ આલ્બમ વો કાગજ કી કશ્તી બેસ્ટ સેલિંગ આલ્બમ બની ગયો હતો. એ જમાનામાં જગજીત સિંહ ગઝલ કિંગ બની ગયા હતા.
7. પ્રાઈવેટ આલ્બમની સાથે સાથે જગજીતે ફિલ્મોમાં પણ અનેક ગઝલો ગાઈ. તેમા પ્રેમ ગીત, અર્થ, જીસ્મ, તુમ બિન, જૉગર્સ પાર્ક જેવી ફિલ્મો મુખ્ય છે.
8. જગજીત સિંહના પુત્ર વિવેકનુ માત્ર 18 વર્ષની વયમાં એક રોડ અકસ્માતમાં મૃત્યુ થયુ હતુ. જેના કારણે તેમની પત્ની ચિત્રા સિંહ ખૂબ અપસેટ રહેવા લાગી હતી અને એક સમય પછી તેમણે ગાવાનુ જ બંધ કરી દીધુ હતુ.
9. ભારત સરકાર તરફથી જગજીત સિંહને વર્ષ 2003માં પદ્મ ભૂષણથી સન્માતિ કરવામાં આવ્યા હતા.
10. વર્ષ 2011માં જગજીત સિંહને યૂકેમાં ગુલામ અલી સાથે પરફોર્મ કરવાનુ હતુ પણ cerebral hemorrhageને કારણે તેમને 23 સપ્ટેમ્બર 2011ના રોજ મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિસ્થિતિ બગડતી ગઈ. જગજીત સિંહ કોમામાં જતા રહ્યા અને 10 ઓક્ટોબરના રોજ જગજીત સિંહે અંતિમ શ્વાસ લીધા.