Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગજનીના ખર્ચા અને આમિરની ચર્ચા

ગજનીના ખર્ચા અને આમિરની ચર્ચા
N.D
હવે 'ગજની'ને લઈને એવા સમાચાર આવ્યા છે કે તેના 1200 પ્રિંટ એક સાથે બજારમાં આવશે. આ પહેલા શાહરોખ ખાનની 'ઓમ શાંતિ ઓમ'ની 950 પ્રિંટ બજારમાં આવી હતી. તે સમયે તે એક રેકોર્ડ હતો. મતલબ આ પહેલા કોઈ ફિલ્મની આટલી પ્રિંટસ રિલીઝ નથી થઈ.

જે રીતે આનો પ્રચાર થઈ રહ્યો છે એ પ્રમાણે જો આવતા મહિને એટ્રી કરી રહેલી 'ગજની'ની 1200 પ્રિંટ નીકળશે તો આ અત્યાર સુધીની સૌથી વધુ પ્રિંટવાળી ફિલ્મ બની જશે.

આમિર વિરુધ્ધ શાહરૂખ

આ ફિલ્મને આમિર વિરુધ્ધ શાહરૂખના રૂપે પણ જોવામાં આવી રહી છે. આ ફિલ્મનો પ્રચાર પણ 'ઓમ શાંતિ ઓમ'ની જેમ જ કરવામાં આવી રહ્યો છે. પ્રિંટસનો ઢગલો આનું એક ઉદાહરણ છે. આમ પણ મિ. પરફેક્ટનિસ્ટ મતલબ આમિર અને શાહરૂખ વચ્ચે કંઈક ચાલી રહ્યુ છે તેવા સમાચાર પણ આવી રહ્યા છે.

બતાવશે સિક્સ પેક એબ

પોતાની ખ્યાતિ મુજબ મિસ્ટર પરફેક્ટનિસ્ટે 'ગજની' માટે ઘણી જ મહેનત કરી છે. તેથી તેમનું આમા નવું રૂપ જોવા મળશે. કસરતબાજ શરીર, નાના-નાના વાળ, અને કાનમાં વાળી પહેરેલ આમિર સિક્સ પેક એબની સાથે આ ફિલ્મમાં જોવા મળશે.

webdunia
N.D
નવી હીરોઈન

'ગજની' તમિલ ફિલ્મની રિમેક છે. આની હીરોઈન અસીનની આ પ્રથમ હિન્દી ફિલ્મ છે. તમિલ ફિલ્મમાં પણ અસીને જ હીરોઈનની ભૂમિકા ભજવી હતી.

એઆર-આમિર ફરી એકસાથે

'લગાન' અને 'જાને તૂ' જેવી સફળ ફિલ્મો પછી 'ગજની'માં એકવાર ફરી આમિર અને સંગીગીતકાર એઆર રહેમાનની જોડી સાથે આવી રહી છે.

મુશ્કેલીઓ

આમિરની ફિલ્મો મોટાભાગે તો ચાલી જાય છે, પરંતુ તેમની 'બાજી' અને 'આતંક હી આતંક' જેવી એક્શન ફિલ્મો ઓછી ચાલી છે. જેને જોતા પણ પ્રશ્ન ઉભો થાય છે કે ગજની સાથે તો આવુ નહી થાય ને ? 'ગજની'માં આમિરને એક એવી બીમારી હોય છે કે તે થોડીવાર પહેલા થયેલી ઘટનાને ભૂલી જાય છે. આ બીમારી અંગે લોકોને વધુ માહિતિ ન હોવી એ પણ મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati