Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આશુતોષ ગોવારીકર સાથે મુલાકાત.

આમિર, શાહરૂખ અને રિતિક ત્રણે બેજોડ કલાકાર....

આશુતોષ ગોવારીકર સાથે મુલાકાત.
IFM
મહેબૂબ ખાન પછી આશુતોષ બોલીવુડના પહેલા નિર્દેશક છે જેમની ફિલ્મનુ નામાંકન ઓસ્કર માટે થયુ છે. આવો આજે બોલીવુડના આ અદ્બૂત નિર્દેશક સાથે વાતચીત કરીએ...

તમારા કામના ખૂબ જ વખાણ થાય છે તો દરેક સમયે નવી ફિલ્મને લઈને તમારા પર ખૂબ દબાવ રહેતો હશે ?

-નહી, ફિલ્મ બનાવતી વખતે મારી પર કોઈપણ જાતનો દબાવ રહેતો નથી, ફિલ્મ પસંદ કરતી વખતે મારા પર જરૂર દબાવ રહે છે. તે સમયે હું વિચારુ છુ કે શુ ફિલ્મ મનોરંજન કરશે ? શુ દર્શકો આને પસંદ કરશે ? આ રીતે હુ સ્ટોરીને બધી રીતે પારખી લઉં છુ. 'જોધા અકબર' ને પણ મેં બધી રીતે પારખી લીધી હતી, અને જે રીતે આ ફિલ્મ બની છે તેનાથી હું ઘણો ખુશ છુ. મેં જેવી સ્ક્રિપ્ટ લખી હતી પરદાં પર તેવી જ જોવા મળે છે.

તમે કહ્યુ કે વાર્તા પસંદ કરતી વખતે તમે વધુ દબાવ અનુભવો છો, અમે પણ અનુભવ્યુ છે કે ફિલ્મની વાર્તાને લઈને તમે ખૂબ જ ગંબીરતાથી અધ્યયન કરો છો. આ ઘણી મહેનતનુ કામ છે, તમને આવુ કરવાની મજા આવે છે શુ ?

- મને તો ઘણુ જ ગમે છે. મેં મારી ત્રણે ફિલ્મો પછી ભલે તે લગાન હોય, સ્વદેશ હોય કે પછી જોધા અકબર જે વિષયો જ એવા હતા કે જેમાં અભ્યાસ કરવો જરૂરી હતો. તમારુ કહેવુ પણ સાચુ છે કે વધુ રિસર્ચ પણ ન કરવા જોઈએ. છેવટે એક ફિલ્મ જ તો બનાવવાની છે. હુ પ્રયત્ન કરુ છુ કે રિસર્ચનો દાયરો ફિલ્મની સ્ટોરીની બહાર ન જાય. જો તમે 'જોધા અકબર' જોશો તો આનો વિષય અકબરના 13 વર્ષથી 28 વર્ષ સુધીનુ જીવન છે. તેથી મેં મારા રિસર્ચનો દાયરો બાબર, હુમાયુ અને અકબર સુધી જ સીમિત રાખ્યો છે. જહાંગીર કે શાહજહાંના સમયની મે ફિલ્મમાં ચર્ચા કરી નથી કે મેં તેમના વિશે જાણવાની કોશિશ પણ નથી કરી.

પણ એવા કેટલા નિર્દેશકો હશે, જે જો કોઈ વ્યક્તિ પર ફિલ્મ બનાવે તો તેના દાદા પર પણ રિસર્ચ કરી લે ?

-જુઓ, જ્યારે હું ટ્રેલર દ્વારા એતિહાસિક વાર્તાનુ વચન આપુ છુ તો દર્શકો ફિલ્મ જોતી વખતે આશા રાખે છે કે જે કહેવામાં આવ્યુ છે તે હોય. જેમ 'લગાન'ના ટ્રેલરમાં હુ કહુ છુ કે ઈ.સ 1893ની એતિહાસિક વાર્તા છે જેમાં ગામવાળાઓ બ્રિટિશ રાજ્યના વિરુધ્ધ હતા તેથી ફિલ્મ જોતી વખતે દર્શકોના મગજમાં ક્યાંકને ક્યાંક એ વાત ભરેલી હોય છે કે ટ્રેલરમાં જે બતાવ્યુ છે તે હશે. તેથી આ જરૂરી છે કે વાર્તાની હદમાં રહીને રિસર્ચ થાય. આપણે જ્યારે પણ એતિહાસિક વસ્તુઓને જોઈએ છીએ તો આક્રમક દ્રષ્ટિએ જોઈએ છે કારણકે આપણે તેમાં ખામીઓ શોધવાની હોય છે અથવા કોઈ ભૂલ રહી ગઈ હોય તેને શોધવાની હોય છે. મને આનાથી બહુ બીક લાગે છે.

તમે તમારી આ પહેલાની ત્રણે ફિલ્મોમાં આજના સમયના ત્રણ મોટા કલાકારો સાથે કામ કર્યુ, આમિર, શાહરૂખ અને ઋત્વિક રોશ્ન , તમને આ ત્રણે એકબીજાથી જુદા લાગ્યા ?

= ત્રણેયની કામ કરવાની રીત બિલકુલ જુદી છે પણ પરિણામ એક જ છે. ત્રણે મોટા સફળ કલાકાર છે. આમિર દરેક કામને સફાઈથી કરવાનુ પસંદ કરે છે અને તેમને સ્ક્રિપ્ટની દરેક વિગતવાર જાણવી હોય છે. જેના દ્વારા તે પોતાના પાત્રની તૈયારી કરે છે અને પૂરી તૈયારી સાથે સેટ પર આવે છે. આમિરને આ દ્વારા પોતાની ભાવના વ્યક્ત કરવી સરળ લાગે છે.

-શાહરૂખ એકવાર સ્ક્રિપ્ટ જાણીને છૂટી જાય છે. સેટ પર તે પોતે સ્ફૂર્તિ સાથે શોટ આપે છે. તેથી હું તેમણે જીનિયસ સમજુ છુ. રિતિક બંનેનુ મળતુ રૂપ છે. તેઓ સ્ક્રિપ્ટ દ્વારા જેટલુ કરી શકે છે તેટલુ કરે છે અને પછી સેટ પર જાતે સ્ફૂર્તિથી સાથે શોટ આપે છે. જેવી રીતે 'જોધા અકબર'માં ઉર્દૂના ઘણા શબ્દ હતા તો ઋત્વિક દરેક સંવાદના ઉચ્ચારણ યોગ્ય રીતે કરવા માટે વારંવાર પ્રેકટીસ કરીને આવતા હતા.

'લગાન' બનાવતી વખતે તમે વિચાર્યુ હતુ કે આ ફિલ્મનુ ઓસ્કર માટે નામાંકન થશે, અને તમારી તુલના મહેબૂબ ખાન સાથે કરવામાં આવશે ?

- ઈમાનદારી પૂર્વક કહુ તો નહી. ઓસ્કર માટે નામાંકન થવાનુ તો મેં વિચાર્યુ પણ નહોતુ પણ આટલુ જરૂર જાણતો હતો કે ફિલ્મ દર્શકોને ગમશે. આ ફિલ્મમાં એક ગામ બ્રિટિશોની વિરોધમાં ઉભુ થઈ જાય છે, અને ક્રિકેટ દ્વારા લગાન માફ કરાવે છે. આમાં ઈતિહાસ પણ છે અને આધુનિકતા પણ. ફિલ્મમાં રાજનીતિ, ક્રિકેટ અને બગાવતનો સંગમ હતો અને તે પણ મનોરંજનના રૂપમાં. તેથે હુ તે જાણતો હતો કે ફિલ્મ ચાલશે, પણ કેટલી ચાલશે તે કોઈ નથી કહી શકતુ.

Share this Story:

Follow Webdunia gujarati