યે દિલ્લગી, મે ખિલાડી તૂ અનાડી, તૂ ચોર મેં સિપાહી, કીમત, જેવી ફિલ્મોમા અક્ષય અને સેફે સાથે કામ કર્યુ છે. તેમની જોડી દર્શકોએ ખૂબ પસંદ કરી છે. અક્ષયની ઈચ્છા છે કે તેમની જોડી અમિતાભ અને શશિ કપૂરની જોડીની જેમ હીટ પુરવાર થાય, પણ આ બંને એકસાથે વધુ ફિલ્મો નથી કરી શક્યા. '
ટશન'માં આ એક વાર ફરી સાથે જોવા મળશે. આ ફિલ્મનુ શૂટિંગના દરમિયાન કહેવામાં આવ્યુ હતુ કે બંને વચ્ચે કોઈ બોલચાલ થઈ ગઈ હતી, પણ અક્ષય આ વાતની ચોખ્ખી ના પાડે છે. તેઓ સેફને પોતાના નાના ભાઈ જેવો સમજે છે. સફળતાનુ રહસ્ય અથાગ પરિશ્રમ
છેલ્લા 18 વર્ષથી અક્ષય કુમાર બોલીવુડમાં ટકી રહ્યા છે. તેમણે ખાન બિગ્રેડની ટક્કરનો હીરો માનવામાં આવે છે. જ્યા સલમાન, આમિર અને શાહરૂખને મોટા બેનર્સ અને નિર્દેશકોની મદદ મળી, ત્યા અક્ષયને સફળતા મોટાભાગે નાના બેનરો દ્વારા મળી.
આટલી લાંબી અને સફળ યાત્રા અક્ષયે અથાગ પરિશ્રમ કરીને મેળવી. આજે પણ તેઓ પોતાની ફિટનેસ પર એટલુ જ ધ્યાન આપે છે, જેટલુ દસ વર્ષ પહેલા આપતા હતા. તેમના અભિનયમાં પણ લગાતાર ચમક સતત અભ્યાસને કારણે આવ્યો છે. શ્રેષ્ઠ અભિનયને કારણે અક્ષય આજે વધુ આત્મવિશ્વાસ સાથે જોવા મળે છે.
અક્ષયને આશા છે કે દર્શકો તેમને એક્શન ફિલ્મોમાં એક વાર ફરી પસંદ કરશે, કારણકે આ ફિલ્મોમાં તેમની એક્શનમાં વધુ સ્ટાઈલ જોવા મળશે.