Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મ્હોરની મંજરી અને કોયલનો કર્ણ...

મ્હોરની મંજરી અને કોયલનો કર્ણ...
W.D
વસંત ઋતુમાં આંબાના મ્હોરની વચ્ચેથી કોયલ બોલી ઉઠે છે કુહૂ..કુહૂ અને એકસાથે સેંકડો લોકોના હૃદયના તાર ઝંકૃત થઈ જાય છે. સંતોના હૃદયમાં પણ પ્રેમની વ્યથા જગાડનારી શક્તિ કોયલના સિવાય કોઈ પણ પક્ષીમાં નથી. એવો કયો ખુણો હશે જેને મદભરી કોયલની કૂકે તડપાવ્યો નહી હોય, રોવડાવ્યો નહી હોય? સાહિત્યમાં સહસ્ત્રો પંક્તિઓ આની પ્રશંસામાં લખાઈ ચુકી છે. ચકોર, કુકડો અને કબુતર વગેરે પક્ષીઓ ત્યાર સુધી તેમની બોલી સંભળાવે છે જ્યાર સુધી વસંતની પ્રભાત બેલામાં કોયલ પોતાનું કુહૂ-કુહૂ નથી સંભળાવતી.

ઉત્તરી ભારતના પર્વતીય વિસ્તારની કોયલ સમતલ ક્ષેત્રોથી દેખાવમાં તો જરૂર સુંદર છે પરંતુ તેના ગળામાં તે સુર પણ નથી અને સાજ પણ નથી. અંગ્રેજીના પ્રસિદ્ધ કવિ વુડ્સવર્થે કોયલના સંબંધે લખ્યું છે કે 'ઓ કુકુ આઈ કોલ ધ બર્ડ ઔર બટ અ વાડંરિંગ વોઈસ' ? કોયલ, હુ તને પક્ષી કહું કે એક ભ્રમણશીલ સ્વર માત્ર?

માદા કોયલ પોતાના ઈંડાને કાગડાના માળામાં રાખીને તે પક્ષીને મુર્ખ બનાવીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં સફળ થાય છે. તેની આ વૃત્તિને મહાકવિ કાલિદાસે વિહગેષુ પંડિતની ઉપાધિ પ્રદાન કરી છે. યજુર્વેદમાં આને અન્યાય (બીજાના માળામાં પોતાના ઈંડા મુકનાર પક્ષી) કહ્યું છે. કાગ દંપત્તિ ખુબ જ પ્રેમથી કોયલના સંતાનને પોતાનું માનીને ઉછેરે છે પરંતુ જ્યારે તે ઉડવા યોગ્ય થઈ જાય છે ત્યારે તે તેમને ભ્રમિત કરીને પલાયન થઈ જાય છે. આટલું જ નહિ પરંતુ કાગડાના માળામાં તેમનું કોઈ વાસ્તવિક સંતાન હોય તો તક મેળવીને તેને નીચે પાડી દે છે.

કોયલના નવજાત શિશુમાં આ ધૂર્તતા અને કાગડાને પ્રતિ વિદ્વેષની ભાવના નિ:સંદેહ વંશ ગુણ અને સંસ્કારથી જ પ્રાપ્ત થાય છે.

બીજાઓ દ્વારા ઉછેર થવાને લીધે જ કોયલને સંસ્કૃતમાં પરભૃતા કહેવામાં આવે છે. છોડો ગમે તે હોય પરંતુ કોયલનો મધુર અવાજ બાકી બધી જ વાતોને ભુલાવી દે છે. કોયલના વર્તનથી આપણે એ પણ શીખ લેવી જોઇએ કે, ક્યારેય દેખાવ માત્ર ન જોઇ તેનો સ્વર જોવો જોઇએ. સાથોસાથ મીઠો સ્વર કાગડાને ઉલ્લુ પણ બનાવી શકે છે...!!!!

Share this Story:

Follow Webdunia gujarati