Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મા શારદાની પૂજા અર્ચના

મા શારદાની પૂજા અર્ચના
W.D
બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ વાગ્દેવીની પૂજા-અર્ચનાનું મહત્વ છે. બંગાળની અંદર વિશેષ રૂપથી સરસ્વતીને પૂજ્ય માનવામાં આવે છે. સરસ્વતીનો ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં એક નદી અને એક દેવી બંને રૂપે કરવામાં આવે છે.

' ૐ એં હીં શ્રીં ક્લીં સરસ્વતત્યૈ બુધજનન્યૈ સ્વાહા' તેમજ 'ૐ એં હીં શ્રીં હંસો સરસ્વત્યૈ નમ:'

ભગવતી સરસ્વતીના આ મંત્રો કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. આ શ્લોક દ્વારા વિધિ-વિધાન વડે દેવી સરસ્વતીની સાધના કરીને ઘણાં મહાપુરૂષો પરમ પ્રજ્ઞાવાન થઈ ગયાં છે. સરસ્વતી સાધકને શુદ્ધ ચરિત્રવાન હોવું જોઈએ. માંસ અને દારૂ જેવા તામસિક પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ. સનાતન પરંપરામાં આજે પણ અધોલિખિત શ્લોકનો જાપ બુદ્ધિ ચૈતન્ય હેતુ ખુબ જ સહાયક માનવામાં આવે છે.

સરસ્વતી મહાભાગ્યે વરદે કામ રૂપીણી
વિશ્વરૂપી વિશાલાક્ષી વિદ્યાં દેહી નમોસ્તુતે ।।

મહા સુદ પાંચમ સરસ્વતી પૂજન માટે પણ મહત્વની તિથિ છે. આ તિથિ સનાતન પરંપરામાં વિદ્યારંભની મુખ્ય તિથિના રૂપમાં પ્રતિષ્ઠિત રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati