. તુર્કીના અંતાલિયામાં 1 થી 10 એપ્રિલ સુધી વિશ્વ બ્લાઈંડ રમત ચેમ્પિયનશિપમાં પદક જીતીને પરત ફરેલ ભારતીય ખેલાડીઓનુ આજે અહી બ્લાઈંડ રિલીફ એસોસિએશનની તરફથી સન્માન સમારંભ યોજવામાં આવ્યો.
અર્જુન પુરસ્કાર પ્રાપ્ત એથલીટ અશ્વિન નચપ્પાએ આ પ્રસંગ પર ખેલાડીઓનું ઉત્સાહવર્ઘન કર્યુ. હરીફાઈમાં 61 દેશોના 1500 ખેલાડીઓએ ભાગ લીધો. જેમા જોડાયેલ 10માંથી ચાર ભારતીયોએ કુલ પાંચ પદક જીત્યા.
દિલ્લીમાં રિષી કાંત શર્માએ ભાલા ફેંક સ્પર્ઘામાં રજત પદક જીત્યો જ્યારે કે દિલ્લીના જ રામકરણ સિંહે પાંચ હજાર અને 10 હજાર મીટર દોડમાં કર્ણાટકના મોહમ્મદ શાવાદને 800 મીટર દોડમાં તથા મહારાષ્ટ્રની મનીષા દેવરામ કાદુકારને લાંબી કૂદ અને પંજાબના તુપ્તપાલ સિંહને વેઈટલિફ્ટિંગમાં કાંસ્ય પદક જીયુ હતુ.