Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સંન્યાસ પહેલા ગ્રૈંડસ્લેમ ખિતાબ જીતવા માંગુ છુ - સાનિયા મિર્ઝા

સંન્યાસ પહેલા ગ્રૈંડસ્લેમ ખિતાબ જીતવા માંગુ છુ - સાનિયા મિર્ઝા
હૈદરાબાદ. , શુક્રવાર, 17 એપ્રિલ 2015 (11:47 IST)
વિશ્વ મહિલા યુગલ રૈકિંગમાં નંબર એક ભારતીય સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ કહ્યુ છે કે તે સંન્યાસ લેતા પહેલા વધુ ગ્રૈંડસ્લેમ ખિતાબ જીતવા માંગુ છુ.  તાજેતરમાં દુનિયાની નંબર એક ખિલાડી બનેલ સાનિયાએ મિશ્રિત યુગલમાં ત્રણ ગ્રૈડસ્લેમ ખિતાબ્ જીત્યા છે.  
 
સાનિયાએ કહ્યુ કે મને ટેનિસ રમવુ પસંદ છે. મને અભ્યાસ અને કડક મહેનત કરવી પસંદ છે. મને પ્રતિસ્પર્ધા પસંદ છે. હુ જ્યા સુધી આનંદ ઉઠાવતી રહીશ ત્યા સુધી રમતી રહીશ.  હુ વધુ ઉપલબ્ધિ મેળવવા માંગુ છુ. બેશક ક્યારેક કોઈ વસ્તુ પર્યાપ્ત નથી થતી. જો રોઝર ફેડરર આજે પણ રમી રહ્યો છે તો બધાએ રમવુ જોઈએ. સંન્યાસ લેતા પહેલા હુ કેટલીક વધુ ગ્રૈંડસ્લેમ જીતવા માંગુ છુ. 
 
થોડા મોટા ટૂર્નામેંટ થવાના છે. અહી ફેડ કપમાં ભારતની કપ્તાની કરી રહેલ સાનિયાએ કહ્યુ કે હુ રવિવારે રાત્રે સ્ટુટગાર્ટ જઈ રહી છુ. એક સવાલના જવાબમાં સાનિયાએ કહ્યુ કે તેઓ માર્ટિન હિંગિસને સાથે જોડી બનાવી રાખશે. જેની સાથે તે ખૂબ સફળ રહી છે.  
 
સાનિયાએ કહ્યુ કે 2010માં લગ્ન કરવુ અને ફક્ત યુગલ હરીફાઈ રમવી તેમના કેરિયરના બે સૌથી મહત્વપુર્ણ નિર્ણય છે.  તેમણે કહ્યુ કે વર્ષ 2010માં મે વિચાર્યુ હતુ કે મારુ કેરિયર ખતમ થઈ ગયુ. 
 
મારા કાંડામાં તકલીફ હતી અને હુ મારા વાળમાં કાંસકો પણ નહોતી કરી શકતી. એ સમય ટેનિસ રમવાનો પ્રશ્ન જ નહોતો. તેથી મારો એક નિર્ણય લગ્ન કરવાનો હતો. બીજો નિર્ણય મે ત્યારે કર્યો જ્યારે હુ યુગલ રમવા માંડી. એ સમય આ ખૂબ જ કડક નિર્ણય હતો. 

Share this Story:

Follow Webdunia gujarati