ભારતની ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કરીને મહિલા સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણીએ ક્લાસ-4 રાઉન્ડમાં બ્રાઝિલની જોયસ ડી ઓલિવેરાને 3-0થી હરાવી હતી. ભાવિના આ મેચમાં બ્રાઝિલના ખેલાડી પર સતત ભારે પડી હતી. તેની આ જીત બાદ તેની પાસેથી મેડલ જીતવાની આશા વધી છે. આજે જ ભાવિના બપોર બાદ સેમિફાઇનલ સ્થાન બનાવવા માટે ઉતરશે.
આગળનો લેખ