Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ હરિયાણા સ્ટીલર્સ હરાવવા માટે સજ્જ, પોઈન્ટ ટેબલમાં છે 8મા ક્રમે

ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ હરિયાણા સ્ટીલર્સ હરાવવા માટે સજ્જ, પોઈન્ટ ટેબલમાં છે 8મા ક્રમે
, બુધવાર, 28 ઑગસ્ટ 2019 (16:20 IST)
અમદાવાદ: ફરીથી વિજયના પંથે આગળ વધી રહેલી ગુજરાત ફોરચ્યુન જાયન્ટસની ટીમ હવે હરિયાણા સ્ટીલર્સને પરાજીત કરવા સજ્જ બની છે. આ બંને ટીમ વીવો પ્રો-કબડ્ડી લીગની સિઝન 7માં બુધવારે નવી દિલ્હીના થ્યગારાજ સ્પોર્ટ કોમ્પલેક્ષમાં એક બીજા સાથે ટકરાશે. હારનો સીલસીલો અટકાવીને જાયન્ટસે ગયા સપ્તાહે ચેન્નાઈમાં ભૂતપૂર્વ ચેમ્પિયન ટીમ પટના પાયરેટસને પરાજય આપીને ભારે અચરજ સર્જ્યું  છે. હાલમાં જાયન્ટસ પોઈન્ટ ટેબલમાં 8મા ક્રમે છે, જ્યારે હરિયાણા સ્ટીલર્સ તેમનાથી 3 ક્રમ આગળ પાંચમા નંબરે છે. 
webdunia
જાયન્ટસ માટે સારા સમાચાર એ છે કે કેપ્ટન સુનિલકુમાર અને પરવેશ ભૈસ્વાલની બનેલી તેમની ડિફેન્ડીંગ ટીમે પટના પાયરેટસ સામે પોતાનુ કૌવત બતાવ્યું છે અને આ જોડીએ પીકેએલના ઈતિહાસના ટોચના સ્કોરર પ્રદિપ નરવાલની વિજય કૂચ અટકાવી છે. ગુજરાત ફોરચ્યુન જાયન્ટસના કોચ મનપ્રિત સિંઘ જણાવે છે કે “સુનિલ અને પરવેશ તેમના મૂળ ફોર્મમાં પાછા ફર્યા છે તે અમારા માટે ઘણા સારા સમાચાર છે. ટીમ ફરીથી વિજયના પંથે છે અને આત્મવિશ્વાસનુ લેવલ પણ ખૂબ જ ઉંચુ છે.”
webdunia
 “દિલ્હીની રમાયેલી રમતો પૂરી થતાં સિઝન 7ના પ્રથમ તબક્કાનો અંત આવ્યો છે.  પ્રથમ તબક્કાને વિજયના પંથે લઈ જવામાં કોચ મનપ્રીત સિંઘે કોઈ કસર રાખી નથી.  કોચ મનપ્રીત સિંઘ જણાવે છે કે  “હરિયાણા સાથેની મેચથી પ્રથમ તબક્કાની 11 મેચ પૂરી થશે. આ તબક્કો વિજય સાથે પૂરો થવાથી બેંગલોરમાં રમાનારી રમતો માટે અમારો ઉત્સાહ વધશે. ખેલાડીઓ સખત મહેનત કરી રહ્યા છે અને વિજય કૂચ જાળવી રાખીશુ તેવો મને વિશ્વાસ છે.”
 
હરિયાણાની રમત જોઈને મનપ્રીત સિંઘે એવુ અવલોકન કર્યું છે કે સ્ટીલર્સ તેમના ડિફેન્સમાં નબળા છે. “હરિયાણાના રેઈડર્સ સારૂ રમી રહ્યા છે, ડિફેન્ડર નહી.  અમારે આ સ્થિતિનો લાભ લેવાનો છે. ” મનપ્રિત સિંઘનો અભિપ્રાય મુજબ જાયન્ટસના યુવા ખેલાડી સોનુ જગલન અને સચીન તનવર બંને મજબૂત રેઈડર્સ છે અને તે જેના માટે જાણીતા છે તેવી ઉત્તમ રમત પ્રદર્શીત કરશે.”
 
મનપ્રિત સિંઘ બોલકા છે અને મેચ વખતે લાગણીશીલ બની જાય છે. પરંતુ મેચ પહેલાં તે ભાગ્યે જ કશુ કહેતા હોય છે. આમ છતાં તેમને જ્યારે પહેલા 7 ખેલાડીની પસંદગી અંગે પૂછવામાં આવ્યું તો  તેમણે કહ્યું કે આ બધુ ખેલાડીઓની બોડી લેંગવેજ ઉપર આધાર રાખે છે. “પ્રેકટીસ સેશનમાં બધા ખેલાડી સખત પરિશ્રમ કરતા હોય છે. પરંતુ મેચના દિવસે એટીટયુડ અને બોડી લેંગવેજ મહત્વની બની રહે છે. મેટ ઉપર મૂળ ફોર્મ બહાર આવતુ હોય છે. આ ઉપરાંત સામેની ટીમના ખેલાડીઓ જોઈને પણ ખેલાડીઓની પસંદગી કરવામાં આવતી હોય છે.”

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યમાં મોસમનો સરેરાશ ૯૩.૫૪ ટકા વરસાદ, ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી સાડા સાત ઇંચ વરસાદ