Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ નહીં લે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ

ગુજરાતની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ નહીં લે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ
, બુધવાર, 25 સપ્ટેમ્બર 2019 (16:53 IST)
મહિલાઓની 4X400ની રિલે ટીમના 2018માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર સરિતા ગાયકવાડ હેવ સપ્ટેમ્બરમાં યોજાઇ રહેલી દોહા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે નહીં. ઈજાગ્રસ્ત હોવાના કારણે તેણે આ ટૂર્નામેન્ટથી પોતાનું નામ પરત ખેચીં લીધું છે.
 
સરિતા ગયાકવાડને પગમાં વાગ્યું હોવાન કારણે દોહા વર્લ્ડ ચેમ્પિયનશિપથી પોતાનું નામ પરત ખેચીં લીધું છે. હકિકતમાં સરિતા ગાયકવાડે તાજેતરમાં જ પગની ગાંઠનું ઓપરેશન કરાવ્યું  છે. ઓપરેશન દ્વારા તેના પગની ગાંઠ કાઢવામાં આવી છે. પરંતુ ડોક્ટરોએ તેને હજી કેટલાક સપ્તાહ માટે આરામ કરવાની સલાહ આપી છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સરિતા દોહામાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ ના લઇ શકવાના કારણે ઘણી નિરાશ છે.
 
ત્યારે અનુભવી સ્પ્રિંટર હિમા દાસ પીઠમાં ઇજા પહોંચી હોવાના કરાણે આગામી વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ શકશે નહીં. ભારતીય એથલેટિક્સ મહાસંઘ (એએફઆઇ)એ તેની જાણકારી આપી છે. એએફઆઇએ લખ્યું, પીઠના ભાગમાં ઇજા થવાના કારણે હિમા દાસ દોહામાં યોજાનાર વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપની 400 મિટર દોડમાં દુર્ભાગ્યવશ ભાગ લઇ શકશે નહીં. એએફઆઇએ 9 સપ્ટેમ્બરના જ 4x400 મીટર રિલ અને 4x400 મીટર મિશ્રિત રિલ ટીમ માટે હિમાને 7 મહિલાઓની સાથે ટીમમાં સામેલ કરવામાં આવી હતી.
 
હિમાએ આ વર્ષ જુલાઇથી લઇને ઓગસ્ટની વચ્ચે 6 સિલ્વર પદક જીત્યા છે. વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન 27 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી દોહામાં થવાનું છે. ત્યારે, દુતી ચંદને આઇએએએફના નિમંત્રણ બાદ 100 મીટર રેસ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્રાફિકના નવા નિયમો સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ