Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાઈના નેહવાલની આ પોસ્ટને કારણે ફોલોઅર્સે તેમની દેશભક્તિ પર ઉઠાવ્યો સવાલ

સાઈના નેહવાલની આ પોસ્ટને કારણે ફોલોઅર્સે તેમની દેશભક્તિ પર ઉઠાવ્યો સવાલ
નવી દિલ્હી. , બુધવાર, 14 ડિસેમ્બર 2016 (12:23 IST)
ટેનિસ સ્ટાર સાઈના નેહવાલને એક ફોટોએ એક નવો વિવાદ ઉભો કર્યો છે. ત્યારબાદ એવો એક મામલો જોવા મળ્યો જેમા સાઈના નેહવાલના કેટલાક ફોલોઅર્સે તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવ્યો છે. 
 
તાજેતરમાં જ સોશિયલ સાઈટ ફેસબુક પેજ પર પોતાના નવા ચાઈનીઝ ફોન હૉનર-8ની સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યુ હતુ મારો નવો હૉનર-8 ફોન, આ ફોન અને તેનો કલર મને ખૂબ પસંદ છે. આ પોસ્ટને વાચ્યા પછી સાઈનાના ફોલોઅર્સ પરસ્પર બાખડી પડ્યા છે. 
webdunia
કેટલાક લોકોએ સાઈનાની જોરદાર આલોચના કરી છે તો કેટલાક લોકોએ સાઈનાનો સાથ આપ્યો. અનેક ફેંસે કહ્યુ કે તમે ભારતનુ 
 
ગૌરવ છો. ચાઈનીઝ પ્રોડક્ટને પ્રમોટ કરવુ બંધ કરો. તમારે માટે અમને ખૂબ સન્માન છે અને અમે બધા તમને ખૂબ પ્રેમ કરીએ 
 
છીએ અને બીજી બાજુ એક ફેને લખ્યુ છેકે હુ તમારુ ફૈન છુ. પણ જો તમે કહેશો કે ચાઈનીઝ પ્રોડક્ટ ખરીદો તો હુ નહી ખરીદુ બીજી 
 
બાજુ એક ફૈને કહ્યુ કે ચાઈનીઝ ફોન આપણા દેશ માટે હાનિકારક છે અને આ વિચારીને કહો કે તમે ભારતીય છો કે ચાઈનીઝ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘણી બધી રજાઓ લઈને આવી રહ્યુ છે 2017, જુઓ આ કેલેંડર