Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ છે Kassius Klayના મહાન બોક્સર મોહમ્મદ અલી બનવાની ગાથા

આ છે Kassius Klayના મહાન બોક્સર મોહમ્મદ અલી બનવાની ગાથા
, શનિવાર, 4 જૂન 2016 (14:30 IST)
મહાન મુક્કેબાજ મોહમ્મદ અલીનું 74ના વર્ષની વયમાં નિધન થઈ ગયુ. તેમણે ગુરૂવારે શ્વાસ લેવામાં પરેશાની થવાને કારણે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અમેરિકાના ફીનિક્સ વિસ્તારના એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધો. 
 
અંતમાં જીવનની જંગ હારી ગયા પંચેજ શહેનશાન, 
 
1980માં બિમારી વિશે જાણ થઈ - 1980 ના દસકામાં તેમને બીમારીની જાણ થઈ. અલીના એક પ્રવકતા બાબ ગુનેલ મુજબ આ પૂર્વ હૈવીવેટ ચેમ્પિયનને શ્વાસ લેવામાં તકલીફના કારણે એક અજ્ઞાત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ગુનેલે કહ્યુ હતુ કે આ 74 વર્ષના મુક્કેબાજની સ્થિતિ ઠીક થઈ રહી હતી. પણ તેમણે થોડા સમય હોસ્પિટલમાં વિતાવવો પડી રહ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં અલીને અનેકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા . આ પહેલા તેમણે 2015ના શરૂમાં પેશાબ સંબંધી પરેશાનીને કારણે હોસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા હતા. 
webdunia
પાર્કિસનથી હાર્યા ત્રણવારના વિશ્વ વિજેતા 
 
દુનિયાના સૌથી મોટા મુક્કેબાજોમાંથી એક જાણીતા મોહમ્મદ અલી પર્કિસનથી હારી ગયા. તેમણે પોતાના પ્રોફેશનલ કેરિયરમાં મોટાભાગના ફાઈટ નૉકઆઉટમાં જીતી હતી. 6 ફીટ 3 ઈંચ લાંબા અલીએ પોતાના કેરિયરમાં 61 ફાઈટ લડી અને 56 જીતી તેમાથી 37નો નિર્ણય નૉકઆઉટમાં થયો.  તેમણે પોતાના કેરિયરમાં ફક્ત પાંચ વાર હારનો સામનો કરવો પડ્યો. અલીએ 1964, 974 અને પછી 1978માં વિશ્વ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. ધ ગ્રેટેસ્ટ ધ પીપલ્સ ચેમ્પિયન અને ધ લુઈસવિલે લિપ વગેરે નિકનૈમથી જાણીતા અલીએ ચાર લગ્ન કર્યા હતા. જેના દ્વારા તેમને સાત પુત્રીઓ અને બે પુત્ર હતા. 
 
આ રીતે ચાલી જીવનની યાત્રા 
 
અલીનો જન્મ 17 જાન્યુઆરી 1942ના રોજ થયો હતો. તેમનુ શરૂઆતી નામ કૈસિયસ મર્સેલુસ ક્લે જૂનિયર હતુ. અલીએ 12 વર્ષની વયમાં બોક્સિંગ ટ્રેનિંગ શરૂ કરી હતી અને ફક્ત 22 વર્ષની વયમાં 1964માં સોની લિસ્ટનને હરાવીને ઉલટફેર કરતા વર્લ્ડ હૈવીવેટ ચેમ્પિયશિપ જીતી લીધી હતી.  આ જીતના થોડા સમય પછી તેમણે ડેટ્રોએટમાં વાલેસ ડી ફ્રૈડ મુહમ્મદ દ્વારા શરૂ કરવામાં આવેલ નેશન ઑફ ઈસ્લામ જોઈન કરી પોતાનુ નામ બદલી નાખ્યુ.  પોતાની જાણીતી જીતના ત્રણ વર્ષ પછી તેમણે યૂએસ મિલિટ્રી જોઈન કરવાની ના પાડી દીધી.  જેની પાછળ તેમણે તર્ક આપ્યુ કે અમેરિકાના વિયેતનામ યુદ્ધમાં ભાગ લેવાને કારણે તેમની ધાર્મિક માન્યતાઓ દુભાઈ.  સેનાને ના પાડવાને કારણે અલીની ધરપકડ કરી તેમનુ હૈવીવેટ ટાઈટલ છીનવી લેવામાં આવ્યુ. કાયદાના ચક્રવ્યૂહને કારણે અલી આગામી ચાર વર્ષ સુધી ફાઈટ ન કરી શક્યા. 
 
1971માં અમેરિકી સુપ્રીમ કોર્ટે તેમની સજા પલટી દીધી. અલી દ્વારા યુદ્ધ માટે ઈમાનદારીથી ના પાડવાના નિર્ણયે તેમને એવા લોકોનો નાયક બનાવી દીધો જે યુદ્ધના વિરુદ્ધ હતા.  કૈસિયસ ક્લેના નામથી જાણીતા આ બૉક્સરે 1975માં સુન્ની ઈલ્સામ ધર્મ કબૂલ કરી લીધો. તેના ત્રીસ વર્ષ પછી તેમણે સુફિજ્મનો રસ્તો પકડી લીધો. 
 
જાણીતા પહેલવાન જોર્જ વૈગ્નરથી પ્રભાવિત અલી પ્રેસ કૉન્ફ્રેંસ અને ઈંટરવ્યુ માટે કોઈ મેનેજરના ભરોસે ન રહીને તેમણે જાતે જ હૈડલ કરતા હતા 6 ફીટ 3 ઈંચ લાંબા અલીએ પોતાના કેરિયરમાં 61 ફાઈટ લડી અને 56 જીતી તેમાથી 37નો નિર્ણય નૉકઆઉટમાં થયો. તેમણે પોતાના કેરિયરમાં ફક્ત પાંચ વાર હારનો સામનો કરવો પડ્યો. અલીના અનેક નિકનેમ્સમાંથી સૌથી જાણીતા "ધ ગ્રેટેસ્ટ", "ધ પીપલ્સ ચૈમ્પિયન" અને "ધ લુઈસવિલે લિપ" હતુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્કુલ વાનના ભાવ વઘ્યા