Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હુ સાક્ષીને પટકવા માટે પૂરી રીતે તૈયાર છુ - ગીતા ફોગટ

હુ સાક્ષીને પટકવા માટે પૂરી રીતે તૈયાર છુ - ગીતા ફોગટ
, બુધવાર, 28 ડિસેમ્બર 2016 (13:40 IST)
જાણીતી પહેલવાન ગીતા ફોગાટે રિયો ઓલંપિકમાં કાંસ્ય પદક વિજેતા સાક્ષી મલિકને પડકાર આપ્યો છે કે તે તેમને 2 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલ પ્રો રેસલિંગ લીગના બીજા સત્રમાં પટકશે. ગીતા ફોગાત પ્રો રેસલિંગ લીગની ઉત્તર પ્રદેશની ટીમ યૂપી દંગલની કપ્તાન છે. ઉત્તર પ્રદેશની ટીમે મંગળવારે અહી એક સંવાદદાતા સંમેલનમાં લોંચ કરવામાં આવ્યુ જ્યા તેમણે યૂપી કુસ્તી નામ આપવામાં આવ્યુ. યૂપી કુશ્તીનો લોગો અને મૂળ મંત્ર યૂપી દંગલ-નયા જોશ નયા દંગલ મુકવામાં આવ્યુ છે. આ અવસર પર ટીમે બધા ખેલાડી અને ટીમ માલિક હની કાત્યાલ અને સની કાત્યાલ હાજર હતા. 
 
દિલ્હી કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણ વિજેતા અને વિશ્વ ચેમ્પિયનશિપની પદક વિજેતા ગીતાએ આ અવસર પર હુંકાર ભરતા કહ્યુ કે તે સાક્ષીને પટકવા માટે તૈયાર છે. સાક્ષી લીગના પ્રથમ સત્રમં અને ઓલિમ્પિક ક્વાલિફાઈંગ ટૂર્નામેંટમાં ગીતાને હરાવી હતી. પણ 58 કિગ્રા વર્ગમાં ગીતા પોતાનો રુઆબ પરત મેળવવા માટે તૈયાર છે.  ગીતાએ કહ્યુ, હું લાબા સમય પછી મૈટ પર ઉતરીશ. મેં લીગ માટે ખૂબ સારી તૈયારી કરી છે. મારી સામે કોઈ પણ હરીફ ભલે તે સાક્ષી હોય કે મારવા અમરી, હુ બધાને હરાવવા માટે તૈયાર છુ. મારે માટે એ મહત્વ નથી રાખતુ કે મારી સામે કોણ છે. મને ફક્ત મારી રમત રમવી છે.
 
પ્રો.લીગના 58 કિગ્રા વર્ગમાં ગીતા, સાક્ષી અને ટ્યૂનીશિયાની મારવા ઉમરીનો મુકાબલો સૌથી મોટુ આકર્ષણ રહેશે. સાક્ષી અને મારવાએ રિયોમાં કાંસ્ય પદક મેળવ્યો હતો. ટીમના ભારતીય પહેલવાનો ધનકડ, દહિયા અને મૌસમ ખત્રીએ પણ લીગમાં સારુ પ્રદર્શન કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાનપુર પાસે 38 દિવસમાં બીજી ટ્રેન દુર્ઘટના, અજમેર-સિયાલદાહ એક્સપ્રેસ ટ્રેનના 15 ડબ્બા પાટા પરથી ઉતરતા બેના મોત 48 ઘાયલ