Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીવી સિંધુ બનશે CRPF કમાંડેટ અને બ્રાંડ એમ્બેસેડર

પીવી સિંધુ બનશે CRPF કમાંડેટ અને બ્રાંડ એમ્બેસેડર
, મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (13:36 IST)
રિયો ઓલંપિક રમતમાં સિલ્વર મેડલ જીતનારી શટલર પી.વી સિંધુ માટે એક વધુ ખુશખબર છે. સોમવારે દેશના સૌથી મોટા ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન જીત્યા પછી દેશના સૌથી મોટા અર્ધસૈનિક બળ(સીઆરપીએફ)એ સિંધુને પોતાની બ્રાંડ એમ્બેસેડર બનાવી અને તેમણે કમાંડેંટનુ માનદ રૈંક આપવાનો નિર્ણય કર્યો છે. 
 
અધિકારી સૂત્રોએ કહ્યુ કે સીઆરપીએફે આ સંબંધમાં ગૃહ મંત્રાલયને એક સત્તાવાર પ્રસ્તાવ પણ મોકલી આપ્યો છે અને જરૂરી મંજૂરી મળ્યા પછી સિંધુને એક સમારંભમાં રૈંકથી સન્માનિત કરવામાં આવશે અને તેમને આ બૈજ સોંપવામાં આવશે જ્યા તેમને સીઆરપીએફની વર્દી પણ આપવામાં આવશે. 
 
સમાચારોનુ માનીએ તો સિંધુને આ વિશે માહિતી આપવામાં આવી છે અને આ સંબંધમાં સીઆરપીએફે તેમની સહમતિ લઈ લીધી છે. સીઆરપીએફમાં કમાંડેટની રૈંક પોલીસ અધીક્ષકના દરજ્જા જેવી છે અને આ દરજ્જાના અધિકારી જ્યારે ગોઠવાયા હોય તો 1000 સૈનિકોના બટાલિયનને આદેશ આપી શકે છે.   થોડા વર્ષ પહેલા સીમા સુરક્ષા બળ સીએસએફએ ક્રિકેટર વિરાટ કોહલીને પોતાના બ્રાંડ એમ્બેસડર નિમણૂંક કર્યા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જામનગરમાં ઘ્રોલ પંથકમાં ચાર કલાકમાં પોણા છ ઇંચ વરસાદ