ભારતના પ્રથમ બોક્સિંગ લીગમાં ગુજરાત જાયન્ટસનો નોક-આઉટ પંચ

શનિવાર, 14 ડિસેમ્બર 2019 (11:06 IST)
ભારતમાં રમતગમત ક્ષેત્રે ખેલાડીઓ શોધીને તેમને વિશ્વ  સ્તરના ઉત્તમ ખેલાડી બનાવવાના લક્ષ્ય સાથે અદાણી ગ્રુપે તાજેતરમાં બોક્સિંગ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. પોતાની રાષ્ટ્ર નિર્માણની વિચારધારાને અનુસરીને તેમણે મલ્ટી- ટીમ બોક્સિંગ લીગ- ધ બીગ બાઉટ ઈન્ડીયન બોક્સિંગ લીગની પ્રથમ એડીશન માટે ટીમ પસંદ કરી છે. 
 
ગુજરાત જાયન્ટસ એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ અને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના સિલ્વર મેડાલીસ્ટ  અમિત પંઘાલે પોતાની પ્રથમ 3 મેચમાં જીતની હેટ્રીક લગાવીને પોતાની ટીમને સ્પર્ધાની  સેમિ ફાયનલ માટે ક્વૉલિફાય કરી છે. આ ટીમમાં સરીતા દેવી, દુર્યોધન નેગી, આશિષ કુમાર, પૂનમ, રાજેશ નરવાલ, ચિરાગ અને વિદેશી ખેલાડી તરીકે સ્કોટલેન્ડના સ્કૉટ ફોરેસ્ટનો સમાવેશ કરાયો છે. ડિસેમ્બર 21ના રોજ પૂર્ણ થનારી સ્પર્ધામાં સામેલ થયેલી 6 ટીમમાં ગુજરાત જાયન્ટસ ધ બીગ બાઉટ લીગની વિજેતા બનવા માટે  ફેવરીટ ગણાય છે. 
 
કબડ્ડીને સફળતાપૂર્વક લોકપ્રિય બનાવ્યા પછી અદાણી ગ્રુપની આ બીજી સ્પોર્ટસ ફ્રેન્ચાઈ છે. બોકસિંગ અને રેસલીંગ જેવી રમતોમાં પ્રવેશ પછી અદાણી ગ્રુપ  ભારતમાં ઓછી જાણીતી રમતોને વ્યાપકપણે  લોકપ્રિય બનાવવા પ્રયત્નશીલ છે. 'ગર્વ હૈ' ઝુંબેશ વડે ખૂણે ખૂણે પડેલી પ્રતિભાઓને બહાર લાવવા અને સ્પોર્ટસ સ્ટાર અને એથલેટસને યોગ્ય કદર પ્રાપ્ત થાય અને તે ભારત મોટા મંચ ઉપર પ્રતિનિધિત્વ કરે તેવો અદાણી જૂથનો પ્રયાસ છે. 
 
અદાણી જૂથના મેનેજીંગ ડિરેકટર-ઓઈલ, એગ્રો એન્ડ ગેસ પ્રણવ અદાણી જણાવે છે કે " બોક્સિંગ અને રેસલીંગ જેવી રમતોમાં ભારત વિશ્વ સ્તરની સ્પર્ધાઓમાં ઝળકી રહ્યું છે.  બીગ બાઉટ લીગમાં સામેલ થવાના અમારા વિઝન વડે અમે પાયાના સ્તરે આ રમતોને મજબૂત બનાવવા માગીએ છીએ. હું દ્રઢ પણે માનુ છું કે આ રમતો ટીવી ઉપર વધુ પ્રમાણમાં જોવાને કારણે લોકમાનસમાં લોકપ્રિય બની છે  અને રાષ્ટ્રની નવી પેઢીના રમતવીરોને  પ્રેરણા પ્રાપ્ત આપી  રહી છે." બીગ બાઉટ લીગની અન્ય ટીમમાં પંજાબ પેન્થર્સ, ઓડીશા વૉરિયર્સ, બોમ્બે બુલેટસ, એન ઈ રહીનોઝ, અને બેંગલુરૂ બ્રોલર્સ સમાવેશ થાય છે. 
 
એમસી મેરિકોમની આગેવાની હેઠળની પંજાબ પેન્થર્સની ટીમ સામે 5-2ના સ્કોરથી અસરકારક વિજય હાંસલ કર્યા પછી ગુજરાત જાયન્ટસના સરીતા દેવી જણાવે છે કે " અમને આ વાતનો આનંદ છે કે અમે સેમિ ફાયનલ સુધી પહોંચ્યા છીએ. આ મેચ જીતવા ટીમના તમામ સભ્યોએ જોમ બતાવ્યું હતું. અમે ફાઇનલમાં ચોકકસ વિજેતા બનીશું. બધા લોકો કહેતા હતા કે મારી ઉંમર (37)ને કારણે  અને હું માતા હોવાને કારણે મારી રમતને અસર થશે. આ એક સૌથી મોટો પડકાર હતો અને ગઈ કાલે મારા હરિફોને હરાવીને મેં  તેનો જવાબ આપ્યો છો. હવે પછીની તમામ મેચ માટે અમે સખત પરિશ્રમ કરીશું. મને ખાત્રી છે કે અમે ટ્રોફી હાંસલ કરીશું."
 
બોકસર અમિત પંઘલ કે જેમણે  ફલાયવેઈટ કેટેગરીમા  તાજેતરમાં  વર્લ્ડ એમેચ્યોર બોકસિંગમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે તે પણ ઉગતા ખેલાડીઓને સર્વોચ્ચ સ્તરે  મેડલ જીતવા માટે સહાયક બનતી અને ભારતના રમતોના વારસાને ઉચ્ચ સ્તરે લઈ જતી અદાણી ગ્રુપના 'ગર્વ હૈ' ઈનિશિયેટીવનો હિસ્સો બન્યા છે. 
 
ગુજરાત જાયન્ટસના ટાઈટલ ચાર્જ અને ઓલિમ્પિક 2020ની તૈયારીઓ અંગે વાત કરતાં  તેમણે જણાવ્યું હતું કે " મને આનંદ છે કે અમે મજબૂત હરિફ ગણાતી પંજાબ પેન્થર્સને પરાજય આપ્યો છે. આગામી ગેમ્સમાં અમે આના કરતાં બહેતર પરફોર્મન્સ દર્શાવીશું. ગઈ કાલે મને કોઈ દબાણ વર્તાતુ ન હતું  કારણ કે અમે આ બોક્સર્સ સાથે અગાઉ રમી ચૂકેલા હતા.હું વર્લ્ડ રેંકીંગમાં ટોચના સ્થાને પહોંચ્યો તે પછી મારા આત્મવિશ્વાસનુ લેવલ ઘણુ ઉંચુ હતું. મારી સમગ્ર મજલમાં મારી પડખે રહેવા બદલ  હું મારા દેશનો અને મારા બોકસિંગ પરિવારનો  આભાર માનુ છું.  હુ રોજે રોજ સખત પરિશ્રમ કરૂ છું અને ઓલિમંપિક મેડલ જીતવા માટે હું વિશ્વાસ ધરાવુ છું."

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ બાપ રે...બાપ...!!! ગુજરાતમાં દર 7 કલાકે 1 દુષ્કર્મ, સીએમનો સ્વિકાર