Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુલ્તાન અઝલન શાહ કપ હોકી - ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 0-4થી પરાજય,રજતચંદ્રક મળ્યો

સુલ્તાન અઝલન શાહ કપ હોકી - ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 0-4થી પરાજય,રજતચંદ્રક મળ્યો
, રવિવાર, 17 એપ્રિલ 2016 (07:31 IST)
જોરદાર દેખાવ કરીને ફાઈનલમાં પ્રવેશ્યા બાદ ભારતનો આજે અહીં ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં રકાસ થયો છે અને તેનો 0-4થી પરાજય થયો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ 9મી વાર સુલ્તાન અઝલન શાહ કપ હોકી સ્પર્ધાનો ગોલ્ડ મેડલ જીત્યો છે અને ભારતે રજતચંદ્રકથી સંતોષ માનવો પડ્યો છે.

ટૂર્નામેન્ટની તમામ લીગ મેચમાં જીત મેળવી ફાઇનલમાં પહોંચનાર ઓસ્ટ્રેલિયાને પ્રથમ ક્વાર્ટરની 10મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યું હતું પરંતુ ગોલ કરવામાં સફળતા મળી નહોતી જ્યારે ભારતીય ટીમ પણ ગોલ કરી શકી નહોતી જેને કારણે પ્રથમ ક્વાર્ટર ગોલરહિત રહ્યો હતો ત્યારે બીજા ક્વાર્ટરમાં થોમસ ક્રેગે મેચની ૨૫મી મિનિટે ગોલ કરી ઓસ્ટ્રેલિયાને 1-0 ની લીડ અપાવી હતી. ઓસ્ટ્રેલિયા બીજા ક્વાર્ટરમાં 1-0 થી આગળ રહ્યા બાદ ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં જ ભારતને પેનલ્ટી કોર્નર મળ્યું હતું પરંતુ ભારતીય ટીમ બરાબરી કરવાનું ચૂકી ગઈ હતી

Share this Story:

Follow Webdunia gujarati