Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાનિયા-હિંગિસની સતત 36મી જીત, ઓસ્ટ્રેલિયન ઓપનની ચેમ્પિયન બની

સાનિયા-હિંગિસની સતત 36મી જીત, ઓસ્ટ્રેલિયન ઓપનની ચેમ્પિયન બની
મેલબર્ન , શુક્રવાર, 29 જાન્યુઆરી 2016 (15:24 IST)
સાનિયા મિર્જા અને માર્ટિના હિંગિસે ઓસ્ટ્રેલિયન ઓપનનો વુમન ડબલ્સનો ખિતાબ જીતી લીધો. શુક્રવારે તેને ચેક ગણરાજ્યની આન્દ્રિયા લાવાકોવ અને લૂસી રાદેકાને હરાવી. આ વર્ષે બંને બ્રિસ્બેન ઈંટરનેશનલ ઓપન પણ જીત ચુકી છે. આ સાનિયા-હિંગિસની સતત 36મી જીત છે. 
 
કેવો રહ્યો ફાઈનલ મુકાબલો 
 
- સાનિયા-હિંગિસની જોડીનો પ્રથમ સેટ 7-6થી જીત્યો. પહેલા સેટમાં બંને ટીમો વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળ્યો. 
- તેમણે 9માંથી ચાર બ્રેક અંકોનો લાભ લીધો. પ્રથમ સેટ 62 મિનિટ ચાલ્યો. 
- બીજા સેટમાં નંબર 1 જોદી મેચમાં હાવી રહી અને ચેક ટીમ પર 2-0ની બઢત બનાવી લીધી હતી. 
- તેમણે બીજા સેટ 6-3થી પોતાના નામે કરી ખિતાબ જીતી લીધો.  

Share this Story:

Follow Webdunia gujarati