Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2 જુલાઈ વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ - અન્ય રમતોને લોકોના દિલો સુધી પહોંચાડવાની જવાબદારી

2 જુલાઈ વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ - અન્ય રમતોને લોકોના દિલો સુધી પહોંચાડવાની જવાબદારી
, શુક્રવાર, 2 જુલાઈ 2021 (13:01 IST)
2 જુલાઈ ખેલ પત્રકારિતા દિવસ  - દર વર્ષે 2 જુલાઈને વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નાલિઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ રમતોના વિશ્વના સમાચાર આપતા મીડિયાના શ્રેષ્ઠ કાર્યને માન આપવાનો દિવસ છે. રમત પત્રકારિતા એ રમત સંબંધિત એક ચોક્કસ પ્રકારનું કાર્ય છે જેનાથી પૈસા, નામ, પહોંચ અને પ્રભાવ બધુ જ મળે છે. લગભગ તમામ મીડિયા ગ્રુપમાં રમતગમત પત્રકારત્વનો એક અલગ વિભાગ છે. આજના યુગમાં, રમતગમત માટે વિશ્વમાં શાંતિ અને ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે વાપરી શકાય તેવી દરેક તકને પકડવી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે રમતગમતમાંથી શીખવું જોઈએ કે તે જ રીતે આપણે આપણી બધી ક્રિયાઓમાં ન્યાયી અને પ્રામાણિક રહેવું જોઈએ.  સ્પોર્ટ્સ જર્નાલિઝમની જવાબદારી છે તમામ દેશોની વચ્ચે શાંતિ અને સુમેળનું ઉદાહરણ બેસાડવાની . "રમત-ગમતના પત્રકાર માત્ર રમતગમતની દુનિયા જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને વધુ સારી બનાવવા તરફ કામ કરી શકે છે." – એ પછી ભલે એ દુનિયા સંસ્કૃતિ સાથે સંબંધિત હોય કે શાંતિ અથવા સારા આદર્શો સાથે સંબંધિત કેમ ન હોય. ભારતના સૌથી સફળ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રમત-ગમતના પત્રકારત્વમાં પગ મૂકીને પોતાના કેરિયરના નવી ઇનિંગ્સની શરૂઆત કરી. ગાંગુલીને વિઝ્ડન ઈન્ડિયાના સંપાદકીય બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
 
મખનલાલ ચતુર્વેદી રાષ્ટ્રીય યુનિવર્સિટી ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશનના કાર્યક્રમ અંતર્ગત રમત જર્નાલિઝમના મહત્વ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કેમ્પસ ઇન્ચાર્જ ડો.નરેન્દ્ર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે રમત-ગમતના પત્રકારત્વનું વિશેષ મહત્વ છે.  રમતગમતના પત્રકારત્વમાં આજે કેરિયુરની ઘણી તકો છે. આ માટે ભાષા, અભિવ્યક્તિ અને સંદેશાવ્યવહારની સાથે સ્પોર્ટ્સ જર્નાલિઝમ અને તેની ઝીણવટાઈનુ જ્ઞાન હોવું જરૂરી છે. રમતો આપણા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે
 
ભારતમાં આજે ફક્ત બે પ્રકારના સ્ટાર છે. એક તો  મૂવીઝ અને બીજુ ક્રિકેટ. આપણા બધામાં એક વાત સમાન છે કે આપણે ક્રિકેટના ખેલાડીઓના નામ જાણીએ છીએ, પણ અન્ય રમતોના ખેલાડીઓના નામ નથી જાણતા.  આપણે પણ આ બધામાં સામેલ છીએ. પરંતુ જે "વિભાગ" ની આ સૌથી મોટી જવાબદારી હતી, જેણે તટસ્થ રહેવાનુ હતુ તેની બેદરકારીનુ નુકશાન અનેક રમતોને આજે અને ભવિષ્યમાં ઘણી રમતોને તેનુ  પરિણામ ભોગવવુ પડશે.. જેના માટે સમય છે  જો અન્ય રમતોને સ્થાન આપવામાં આવે, તો શક્ય છે કે તેમની લોકપ્રિયતા વધશે. અને તેમને ફક્ત કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સ સમયે જ યાદ ન કરવામાં આવે. યાદ રાખવું જોઈએ નહીં.  નહી તો શક્ય છે કે આગળ જઈને  ભારત સરકાર જે રીતે આજે ઘણી ભાષાઓ અને સંસ્કૃતિઓને બચાવવા માટે પ્રયાસ કરી રહી છે તેને  કદાચ એક દિવસ રમતો બચાવવા માટે પણ કરવો પ્રયાસ કરવો પડે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભરૂચ કોવિડ સેંટરમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસને રૂપિયા 5 લાખનું ઇનામ અપાશે